________________
[ ૧૧૬ ]
શ્રી કરવિજયજી નથી. તે જલ્દી થાય અને એની ખરી ઉપગિતા બરાબર સમજાય ને દઢ શ્રદ્ધાભરી હિંમતથી તત્કાળ તેને સ્વીકાર કરી લેવાય એમ આપણે સહુ આતુરતાપૂર્વક ઈચ્છીશું.
કેઈ એક લેખક મહાશયે બતાવેલા અંદાજ પ્રમાણે આખા હિંદ માટે અહીં હિંદમાં તેમ જ હિંદ બહાર મિલેમાં જે કાપડ તૈયાર થાય છે તેમાં વપરાતી ચરબી નિમિત્ત લગભગ એક કરોડ જાનવરો કપાય છે. આટલાં બધાં જાનવરોની હિંસાથી નીપજતાં મિલનાં વસ્ત્ર (સ્વદેશી કે પરદેશી) માત્ર શુદ્ધ અહિંસકભાવવાળા કઈ પણ ( સાધુ કે ગૃહસ્થ ) સજજનને વાપરવાં ન જ ઘટે.
આ વાત જ્યાં સુધી પ્રકાશમાં નહતી આવી ત્યાં સુધી તેવાં મલિન તત્વવાળાં વસ્ત્રાદિક આપણે વાપર્યા, પણ હવે જે. વસ્તુસ્થિતિ બરાબર સમજ્યા જ હોઈએ તે અહિંસા યા અન્ય નિરપરાધી જીવોની રક્ષાની ખાતર પણ આપણે હવે પછી તેવાં સદોષ વસ્ત્રો ધારણ કરવાં ન જ ઘટે. એ ઉપરાંત આર્થિક દષ્ટિથી જોતાં પણ આપણે સહુએ કેવળ સ્વદેશી (બને ત્યાં સુધી તે શુદ્ધ સ્વદેશી ) વસ્ત્રાદિકનો જ ઉપયોગ કરવો જોઈએ.
હિંદમાં આયાત થતા વિદેશી વસ્ત્રની જ ખાતર લગભગ ૬૦ કે ૮૦ કરોડ જેટલું દ્રવ્ય પ્રતિવર્ષ વિદેશમાં ઘસડાઈ જાય છે, અને એવી અનેક મેહક વિદેશી ચીજની વપરાશ કરતા રહેવાથી ઉપર મુજબ કરડે દ્રવ્ય પ્રતિવર્ષ પરદેશમાં પાણીના પ્રવાહે ચાલ્યું જતું હોવાથી હિંદનું આર્થિક બળ ઘટી ગયું છે અને હજુ સુધી વિદેશી ફેશનમાં ફસાઈ રહેવાથી હિંદ વધારે પાયમાલ થતું જાય છે.
આવી આર્થિક પાયમાલીમાંથી બચી જવાની હિંદનાં હવા,