________________
[ ૧૧૪ ]
શ્રી કપૂરવિજયજી
તે એ રીતે અમૂલ્ય સમય ગાળવા ને નાહક બુદ્ધિશક્તિના દુરુપયોગ કરવા ન જ પાલવે.
ક્ષણ લાખેણી રે જાય એમ કહેનારા શું આવા સમય એળે ગાળશે ? આપણામાં ઘણી જ જડતા–મદતા પેસી ગઇ છે, તેથી જ પ્રમાદવશ આપણે તિમામાં અધિક પ્રવૃત્તિ-પ્રગતિ કરી નથી શકતા. કાર્યદક્ષતાની આપણામાં ભારે ખામી છે તે કેાઇ રીતે દૂર થવી જ જોઇએ. બળથી જે કામ ન થઇ શકે તે કળથી થઇ શકે એવા અનુભવ આપણે મેળવવા જોઇએ. ખાસ કરવા આદરવા જેવી બાબત હાય તેમ છતાં નૈતિક હિંમતની ભારે ખામીથી, તે કામ કરવાની ઇચ્છા હાય છતાં મનમાં સંકેાચ રાખી કશી પ્રવૃત્તિ ન જ કરીએ અને કદાચ કંઇક પ્રવૃત્તિ આદરી હાય તે ખાખત જો કેાઈ મુગ્ધ જના મરજી મુજબ ટીકા કરવા લાગ્યા હાય તા ગમે તેવી સુંદર અને આશાજનક પ્રવૃત્તિને પણ તજી દેતાં વાર લાગતી નથી. શાસ્ત્રકાર સ્પષ્ટ જણાવે છે કે શંકાશીલ મુખ્ય જના તેવી કશી શુભ પ્રવૃત્તિને જાતે આદરતા જ નથી, કઇક શ્રદ્ધાળુ પણ મેળા મનનાં માણસે લાભ સમજી કદાચ તેમાં પ્રવૃત્તિ કરે છે ખરા પણુ કઇ વિઘ્ન નડતાં તેને તરત તજી દે છે. ફ્ક્ત જે દઢ મનનાં, સુશ્રદ્ધાળુ ઉત્તમ જના હાય છે તેએ પરિણામદશી હેાઇ જે કઈ શુભ પ્રવૃત્તિ આદરે છે. તેમાં ગમે તેટલાં વિઘ્ના નડે તેા પણ તેથી લેશમાત્ર ડગ્યા વગર અંત સુધી અડગપણે તેમાં આગળ વધ્યા કરે છે.
જ
66
""
આપણે હવે અધમતા અને મધ્યમતાને દૂર કરવા ઢ નિશ્ચય કરવેા જોઇએ, તેા જ ઉત્તમ જનાનું શુભ અનુકરણ કરી