________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૧૫ ] આપણે સહુ કર્તવ્યનિષ્ઠ બની સુખી થઈ શકશું. આવી વાત કોને ગમતી નહિ હોય ? સહુ કોઈને ગમે જ, પરંતુ પ્રમાદવશ શિથિલ પરિણામથી કંઈ હિત પ્રવૃત્તિમાં દઢતાથી જોડાઈ શકાય નહિં અને તેમ કર્યા વગર આપણે ઉદ્ધાર પણ થઈ શકે નહિં. સમજે તેને માટે આટલું બસ છે.
[ આ. પ્ર. પુ. ૧૯, પૃ. ૭૫ ] જેને અને સ્વદેશી વ. અત્યારે આખા હિંદમાં ચોતરફ વિદેશી (વસ્ત્રાદિક) જ વાપરવાની હિલચાલ ભારે જોશથી ચાલી રહી છે, તેમાં સમયને ઓળખી કામ કરવા ઈચ્છનારા કેટલાએક આપણા નવયુવાને અને ડેએક બાળવર્ગ સિવાયનો બીજે મેટો ભાગ (ભાઈઓ અને બહેનો) આ સમયેચિત હીલચાલથી અળગો રહી જાય છે એ ખેદજનક બિના છે.
સ્વદેશી અને તેમાં પણ શુદ્ધ સ્વદેશીના સંબંધમાં ઘણએક દેશદાઝવાળા દિલસોજ અનુભવી સાક્ષરોના વિચારો અનેક પ્રસંગે અનેક રીતે જાણવા તથા સાંભળવામાં આવતાં તેમ જ તેના ઉપર સ્વતંત્ર ઊહાપોહ કરતાં તેની ઉપયોગિતા જેમ મને પિતાને જણાઈ ચૂકી છે તેમ અનેક સાહદય ભાઈબહેનને જણાયેલી હોવી જોઈએ. તેમ છતાં આપણે એટલા બધા ઢીલા– પિચા બની ગયા છીએ કે સ્વદેશી યા શુદ્ધ સ્વદેશીને આદરવા જેવી તદ્દન સાચી ને ઉપયોગી બાબતે પણ અનેક બહાનાં કાઢી તત્કાળ આદરી શકતા નથી. એથી જણાય છે કે આપણી (સમાજ) ઉપર એની જોઈએ એવી ઊંડી અસર થયેલી