________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૧૩ ] ભાઈબહેનેએ મનમાં સાલતી શંકાઓ દૂર કરી પિતાનું જ મન કબૂલ કરે તે સાચે ને સરલ માર્ગ આદરી લે, અને આપણા અન્ય મુગ્ધજનને શાંતિથી સમજાવી ઠેકાણે પાડવા જોઈએ. વેદીયા ઢોર જેવું કરવું નહિ તેમ જ અંધશ્રદ્ધાથી ગાડરીયા પ્રવાહે ચાલવું નહિ, પરંતુ સ્વક્ષપશમ પ્રમાણે બુદ્ધિબળ વાપરી, શાસ્ત્રકારને પવિત્ર આશય સમજી તેની આજ્ઞાનું યથાર્થ પાલન જેમ શક્ય રીતિથી થઈ શકે તેમ કરવા શુભ પ્રયત્ન સેવ.
કઈક વખત અજ્ઞાનવશ મુગ્ધ જનો ભક્તિના મિષે આશાતના કરે છે તેવી આશાતના સુજ્ઞજનો તે ન જ કરે, એટલું જ નહિ પણ તેઓ તે ભક્તિનો ખરે માર્ગ સમજી દઢ શ્રદ્ધાપૂર્વક જાતે તેનું પાલન કરવાપૂર્વક અન્ય મુગ્ધ જનેને પણ પાલન કરનારા બનાવે છે. ધીરજ રાખી નિપક્ષપણે ભેળા મુગ્ધ જનને ભક્તિનો ખરો માર્ગ બતાવનારા સુજ્ઞ ભાઈબહેનોને શું ઓછો લાભ થાય છે ? અર્થાત્ ઘણે સારો લાભ થઈ શકે છે.
મૂળચંદ ભાઇવાળા મુદ્દાસર લખાયેલા કેસર સંબંધી લેખને લક્ષ્મપૂર્વક વાંચી, વિચારી, જાતે હિતમાર્ગ આદરી, અન્ય સ્વજનમિત્રાદિક વર્ગને જાણેલી સત્ય હકીકત સમજાવી હિતમાર્ગ આદરવા પ્રેરણા કરવી સર્વથા ઉચિત છે. શું આટલું અ૯પ પણ આપણાથી કરી ન શકાય? આટલી સામાન્ય બાબતને ડહાપણભરી રીતે ઉકેલ આણતાં મોભે પાણી ચડે છે તે પછી બીજું મહત્વનું કામ શી રીતે કરી શકાય ? નકામી વાત કે ચૂંથણ કરવાથી શું વળે? શાણા ભવભીરુ ભવ્યજનોને