________________
લેખ સંગ્રહ : ૫ :
પાણી, અન્ન અને પ્રકાશને લાભ મેળવનાર દરેક વ્યક્તિની ફરજ છે. સ્વકર્તવ્યકર્મનું જેને ઠીક ભાન થયું હોય તેને એથી વધારે કહેવાની કે સમજાવવાની ભાગ્યે જ જરૂર હોઈ શકે, કેમ કે એવા સુજ્ઞ જેને તે જાતે ખરો માર્ગ તત્કાળ આદરી, અન્ય સ્વજન કુટુંબીજનેને પણ સન્માર્ગમાં સ્થાપન કરવા બનતું કર્યા જ કરે છે.
[ આ. પ્ર. પુ. ૧૯, પૃ. ૧૩૪ ]
ધર્મ સાધન કરવામાં ઢીલ કરવી જોઈએ નહિ.
, ધર્મના જ પ્રભાવથી સુખ-સંપદા, માન-પ્રતિષ્ઠા અને વામિત્વાદિ પ્રાપ્ત થયા છતાં એ જ ધર્મને જે લેપ કરે છે તે પાપી એવા સ્વામીદ્રોહીનું શ્રેય શી રીતે થઈ શકશે?
ધર્મદ્રોહી મહાપાપી છે તેથી તેનું શ્રેય-કલ્યાણ થઈ ન જ શકે એ ચોક્કસ સમજી રાખવું. પવિત્ર ભાવ સહિત નિઃસ્વાર્થપણ તુચ્છ એવા વિષયસુખની સ્પૃહા રાખ્યા વગર જે સર્વજ્ઞ પ્રભુએ ફરમાવ્યા મુજબ દાન, શીલ તપ અને ભાવ પ્રમુખ સત્કરણ કરે છે તે ધર્મકરણી જ જીવને દુર્ગતિમાં પડતો અટકાવી સળતિમાં જોડી શકે છે. ઉદારભાવથી કરેલે–સેલ દાનાદિ ધર્મ જીવને ક૯૫વૃક્ષની પેઠે ફળે છે. જ્યાં સુધી આ શરીર સ્વસ્થ-રોગ રહિત છે અર્થાત્ જ્યાં સુધી અનેક પ્રકારના વ્યાધિઓ પ્રગટ થયા નથી, જ્યાં સુધી જરા-વૃદ્ધાવસ્થા આવી પહોંચી નથી, જ્યાં સુધી પાંચ ઇન્દ્રિયની શક્તિ અખલિત છે અર્થાત તે પિતાનાં કામ કરવા પાવરધી–બળવાન છે અને જ્યાં સુધી