SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૫ : પાણી, અન્ન અને પ્રકાશને લાભ મેળવનાર દરેક વ્યક્તિની ફરજ છે. સ્વકર્તવ્યકર્મનું જેને ઠીક ભાન થયું હોય તેને એથી વધારે કહેવાની કે સમજાવવાની ભાગ્યે જ જરૂર હોઈ શકે, કેમ કે એવા સુજ્ઞ જેને તે જાતે ખરો માર્ગ તત્કાળ આદરી, અન્ય સ્વજન કુટુંબીજનેને પણ સન્માર્ગમાં સ્થાપન કરવા બનતું કર્યા જ કરે છે. [ આ. પ્ર. પુ. ૧૯, પૃ. ૧૩૪ ] ધર્મ સાધન કરવામાં ઢીલ કરવી જોઈએ નહિ. , ધર્મના જ પ્રભાવથી સુખ-સંપદા, માન-પ્રતિષ્ઠા અને વામિત્વાદિ પ્રાપ્ત થયા છતાં એ જ ધર્મને જે લેપ કરે છે તે પાપી એવા સ્વામીદ્રોહીનું શ્રેય શી રીતે થઈ શકશે? ધર્મદ્રોહી મહાપાપી છે તેથી તેનું શ્રેય-કલ્યાણ થઈ ન જ શકે એ ચોક્કસ સમજી રાખવું. પવિત્ર ભાવ સહિત નિઃસ્વાર્થપણ તુચ્છ એવા વિષયસુખની સ્પૃહા રાખ્યા વગર જે સર્વજ્ઞ પ્રભુએ ફરમાવ્યા મુજબ દાન, શીલ તપ અને ભાવ પ્રમુખ સત્કરણ કરે છે તે ધર્મકરણી જ જીવને દુર્ગતિમાં પડતો અટકાવી સળતિમાં જોડી શકે છે. ઉદારભાવથી કરેલે–સેલ દાનાદિ ધર્મ જીવને ક૯૫વૃક્ષની પેઠે ફળે છે. જ્યાં સુધી આ શરીર સ્વસ્થ-રોગ રહિત છે અર્થાત્ જ્યાં સુધી અનેક પ્રકારના વ્યાધિઓ પ્રગટ થયા નથી, જ્યાં સુધી જરા-વૃદ્ધાવસ્થા આવી પહોંચી નથી, જ્યાં સુધી પાંચ ઇન્દ્રિયની શક્તિ અખલિત છે અર્થાત તે પિતાનાં કામ કરવા પાવરધી–બળવાન છે અને જ્યાં સુધી
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy