________________
[ ૧૨૮]
શ્રી કરવિજયજી અને મલિન ભાવના કે દૃષ્ટિનું ફળ-પરિણામ પણ નબળું અને મલિન જ આવે છે અને સબળ તથા નિર્મળ ભાવના દૃષ્ટિનું ફળપરિણામ પણ તેવું જ સબળ અને પવિત્ર જ આવે છે.
ઘણે ભાગે મિથ્યાત્વ-અજ્ઞાન-ક્રોધાદિક કષાય-વિચારવાણી અને આચારમાં શિથિલતા અથવા સ્વછંદતા તથા વિષયાદિક તુચ્છ-અસાર સુખમાં લુપતાને લીધે જ્યાં વિષમય તુચ્છ સ્વાર્થમય ભાવના જ પ્રબળ વર્તતી હોય, જ્યાં અહંતા અને ખોટી મમતા જ છાઈ રહી હોય, જ્યાં દૃષ્ટિ સદાકાળ બહિર્મુખ જ રહ્યા કરતી હોય, જ્યાં યશ-કીર્તિ નિમિત્તે
કરંજનની જ બુદ્ધિ મુખ્યપણે રહેતી હોય ત્યાં ગમે તેવી રૂડી અમૃત જેવી કરણી કરવામાં આવતી હોય તે પણ તેનું ફળ-પરિણામ શુભ આવતું નથી, તેની અમૃત જેવી ઉમદા અસર સ્વજીવન ઉપર થઈ શકતી નથી, જન્મ-મરણનાં દુઃખ-ફેરા પણ ટળી શકતા નથી, અને આત્મામાં ખરી શાંતિ–શીતળતા પણ ઉદ્દભવતી નથી. એટલે આત્મીય સુખ પણ કયાંથી હોય ?
જે આધુનિક સ્થિતિનું ખરું કારણ શોધી તેને જ સુધારવા ભાઈઓ અને બહેન (સાધુએ તેમજ સગૃહસ્થ ) દૃઢ પ્રયત્ન કરે, જે જે કારણથી પિતાની અવનતિ થવા પામી છે તે તે કારણને બરાબર સમજી લઈ હિંમતથી તેનો ત્યાગ કરે, જે જે કારણથી પિતાની સ્થિતિ સુધરી શકે તે તે કારણને સારા, નિ:સ્પૃહી, દયાળુ, જ્ઞાની મહાત્માઓ પાસે સારી રીતે સમજી દૃઢ શ્રદ્ધા અને હિંમતથી તેનો પરિચય કરી, જે તેને યથાર્થ રીતે વર્તનમાં ઉતારવામાં આવે તે પછી પવિત્ર ભાવના–દૃષ્ટિ સહિત કરવામાં આવતી કરણીનું ફળ-પરિણામ પણ તેવું જ રૂડું આવવા પામે એ વાત સ્પષ્ટ છે.