________________
[ ૧૩૦ ]
શ્રી કપૂરવિજયજી કરવી તે લકરંજન માટે નહિ; પણ આત્મકલ્યાણ કરવાના પવિત્ર લક્ષ સાથે જ કરવી.
૩. સુખશીલતા અને સ્વચ્છંદતા તજવાં ભગવાન મહાવીર પ્રભુ પ્રમુખ મહાપુરુષનાં પવિત્ર ચરિત્રનું યથાશક્તિ અનુકરણ કરવું.
૪. પુન્યયોગે પ્રાપ્ત થયેલી લક્ષ્મીને લહાવો લેવા ઈચ્છા જ થાય તે સ્વમીંબંધુઓનો ઉદ્ધાર, વિદ્યાર્થીબંધુઓ અને બહેનને વિદ્યાદાન અને દુઃખી માનવેનું યથાશક્તિ હિત કરવાનું ખરું કામ ભૂલશો નહિ.
૫. અન્યને પણ અનુમોદના કરે એવી સમયાનુકૂળ પ્રભાવના કરવાનું સદા લક્ષ રાખશે.
૬. માનવજીવનમાં ઉચ્ચ ભાવનાબળ કેળો અને કાર્યમાં પૂર્ણ શ્રદ્ધા રાખો. જેટલા પ્રમાણમાં ઉચ્ચ અને પવિત્ર ભાવના અને કાર્યમાં શ્રદ્ધા થશે તેટલા પ્રમાણમાં તે વસ્તુની સિદ્ધિ થશે.
[ આ. પ્ર. પુ. ૧૮, પૃ. ૩૮ ]
મનને નિરાકુળ રાખવાની ઘણી જ જરૂર છે.
પ્રયત્નથી મનની પ્રસન્નતા જાળવી શકાશે અને નિજ હૃદયકમળ ખીલવાથી અપૂર્વ સુવાસ સાથે શાન્તિ અનુભવી શકાશે. આધિ, વ્યાધિ અને ઉપાધિથી જીવ આકુળવ્યાકુળ બને છે. મનને રોગ-ચિંતા એ આધિ, શરીરને રોગ-ક્ષયાદિક એ વ્યાધિ, અને જેનાથી એ આધિ, વ્યાધિ પેદા થાય છે તે રાગ, દ્વેષ, મમત્વાદિક કર્મ એ ઉપાધિ.