________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૩૧ ] એ ત્રણે દેને જીતવાની કુંચી જાણવી જોઈએ. ઘણે ભાગે અનુભવી શકાશે કે જેને રાગ, દ્વેષ, મમત્વાદિક ઓછાં હશે અને ઈદ્ધિ ઉપર કાબ હશે તેનું શરીર સારું, નિરોગી હોવા સાથે મન પણ પ્રસન્ન-નિરાકુળ બન્યું રહેવાથી તે શાંતરસને સ્વાદ મેળવી શકે છે, પરંતુ જેનામાં રાગ, દ્વેષ, મમત્વાદિક વિકાર વધારે હશે, ઇંદ્રિય મોકળી હોવાથી ગમે તે વિષય તરફ સ્વેચ્છાથી ફરી શકતી હશે તેનું શરીર વિવિધ વ્યાધિને ભેગા થઈ પડવા ઉપરાંત મન પણ ખેદ, કંટાળાથી ભરેલું અને આકુળતાવાળું બન્યું રહેવાથી ખરી શાંતિથી તે બનશીબ જ રહે છે. યથાર્થ જ્ઞાનવડે જીવ હિતાહિત સમજી શકે છે. જેમ ઝેર-વિષભક્ષણથી જીવિતને અંત થાય છે ખરો, પણ તે જ વિષને ઔષધિવડે મારવાથી તે રસાયણરૂપ બની જીવિતનું રક્ષણ પણ કરે છે, તેમ માઠા-અપ્રશસ્ત રાગાદિકનું સેવન કરવાથી એટલે અનિત્ય, અશુચિ અને જડ એવા દેવાદિક પદાર્થો ઉપર મિથ્યા મમત્વાદિક ધારણ કરવાથી આત્મહિત બગડે છે, પરંતુ શાશ્વત અને પવિત્ર એવી આત્મતિ જેમને પ્રગટ થઈ છે એવા અરિહંત, સિદ્ધાદિક પરમાત્મદશાને પ્રાપ્ત થયેલા પરમપુરુષને ગુરુકૃપાથી યથાર્થ ઓળખી, તેનામાં અનન્ય શ્રદ્ધા–પ્રેમ જાગૃત કરી તેનું એકાગ્રપણે ધ્યાન-ચિન્તવન કરવાથી આત્માનું શ્રેય અવશ્ય સધાય છે.
અન્ય ચિંતા–જાળને ટાળી પરમાત્મતિને તન્મયપણે ધ્યાનાર પોતે જ જ્યોતિરૂપ થાય છે. પ્રથમ પ્રશસ્ત રાગાદિકવડે અપ્રશસ્ત રાગાદિક ટાળી શકાય છે. પછી મરુદેવી માતા તથા ગૌતમસ્વામીની પેઠે પરમ તિનું જ તન્મય