________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૨૫] ૮. નિરાશ નહિ બની જતાં ષષ્ટિ ટાળીને સહુએ ખરું સુખ સાધવા, ગુણદષ્ટિ આદરી યથાશક્તિ અને યથાવકાશ કામ લેતાં શિખવું જોઈએ. હજી બાજી હાથમાં છે ત્યાં સુધીમાં ચેતીને ચલાય, નિઃસ્વાર્થ પ્રેમથી સહનું હિત ઈછાય અને કરાય એવું નિર્દોષ જીવન ગાળતાં શિખવું જોઈએ. શાસનપ્રેમી જેનને એવી બુદ્ધિ જાગે.
[ આ. પ્ર. પુ. ૧૯, પૃ. ૨૮૨ ]
પાપકારી સજજનેનો સુંદર સ્વભાવ.
મન, વચન અને કાયાને વિષે પૂણ્યરૂપ અમૃતથી પૂર્ણ, ત્રિભુવનને અનેક પ્રકારના ઉપકારો વડે પ્રસન્ન કરનારા અને અલ્પ પણ અન્યના ગુણેને સૂક્ષ્મ દષ્ટિથી પર્વતતુલ્ય વિશાળરૂપે દેખી દિલમાં સદા ય પ્રસન્ન થનારા કંઈક સજજને જગતને પાવન કરે છે.
વળી આંબાનાં વૃક્ષે જેમ ફળ બેસતી વખતે નીચા નમી પડે છે અને વાદળાં જેમ નવા જળવડે ઘણું નીચાં નમે છે તેમ પુરુષો સમૃદ્ધિ પામીને લગારે ઉદ્ધત થતા નથી. પરેપકારીને એ જ સ્વભાવ છે. ચંદનને જેમ જેમ ઘસવામાં આવે છે તેમ તેમ સુંદર સુગંધ આપે છે અને સુવર્ણ જેમ જેમ તાવવામાં આવે છે તેમ તેમ તેને વાન સુંદર થતો જાય છે, તેમ પ્રાણુત કષ્ટ આવ્યું છે તે પણ ઉત્તમ જનેની પ્રકૃતિમાં વિકાર થવા પામતે નથી, એટલું જ નહિ પણ તેમની પ્રકૃતિ તેવે કષ્ટ પ્રસંગે અધિકાધિક નિર્મળ થતી જાય છે. જે કદાચ સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે, મેરુપર્વત ચલાયમાન થાય,