________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૧૧ ] જે કે અત્યારે કોઈ કોઈ વિરલ સદભાગી સાધુ-સાધ્વી તે પોતપોતાથી બનતું સ્વપરહિત કરવા ઉજમાળ રહેતા જ હશે, તે પણ તેમાં મોટો ભાગ ત્યાગીષ ધારણ કરવા છતાં ભાગ્યે જ સ્વકર્તવ્યને યથાર્થ સમજતો હશે, તે પછી યથાર્થ વર્તનનું તો કહેવું જ શું ? જે કે અદ્યાપિ ભેળા-ભદ્રિક જને ગમે તેવા ભાવથી વર્તમાન સાધુ-સાધ્વીઓને માને-પૂજે છે, તે પણ ખરા આત્માથી સાધુ-સાધ્વીઓએ તે તેથી લેશમાત્ર ફૂલાઈ નહિં જતાં સાધુપણાની પિતામાં કેટલી પાત્રતા છે તેને જ સરલતાથી વિચાર કરી ધન્ય તે મુનિવર રે જે ચાલે સમભાવે” ઈત્યાદિ શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયકૃત ૩૫૦ ગાથાવાળું શ્રી સીમંધરસ્વામીનું આખું સ્તવન સરહસ્ય શાંતિપૂર્વક ધારી જવું ઘટે. વધારે નહિં તે શ્રીમદ્દ યશોવિજયજીકૃત સ્તવન, સઝાય, પદાદિકને જરૂર અવગાહી જવા ઘટે. આત્માથીપણે એમ કરવાથી કવચિત્ ભાગ્યયેગે આપણું ખામી આપણને યથાર્થ સમજાઈ જાય અને તે ખામી સુધારી લેવા આપણામાં ખરી લાગણી પ્રગટવા પામે અને જે પ્રમાદ માત્રને તજીને ખામી દૂર કરી શકાય તે જ આ સાધુવેષ ચરિતાર્થ થયો ગણાય- ' કહો કે સાર્થક લેખાય. તેમ કર્યા વગર તે શ્રીમદ્ કહે છે તેમ “જેમ જેમ બહુત બહુજન સંમત, બહુ શિષ્ય પરવરિ; તેમ તેમ જિનશાસનનો વૈરી, જે નહિ નિશ્ચય દરિએ.” ઈત્યાદિ વચનોનું ઊંડું રહસ્ય ભવભીરુ ગીતાર્થ ગુરુની પાસે સમજવા જેવું છે.
નવરે માણસ બહુ નુકશાન કરે”એ વચન પણ ગંભીરાથવાળું છે. નકામી ભાંજગડો તજી દઈ આ પવિત્ર ત્યાગીષને સાર્થક કરવા ઈચ્છતા દરેક સાધુ-સાધ્વીએ પોતાની ઉચિત ફરજ