________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૦૯ ] આ પુસ્તકની રચનામાં હાલ વપરાતા પ્રતિકમણાદિ પુસ્તકોના પાઠની શૈલીમાં કાંઈ પણ ફેરફાર કરવામાં આવ્યું નથી, એટલે સૂત્રોના પાઠ જેવા અનુક્રમમાં બીજાં પુસ્તકમાં જોવામાં આવે છે તેવી જ રીતે આખા ને આખા આપ્યા છે. વિદ્યાથીની સગવડ માટે તેના શબ્દાર્થમાં વિભાગ કરવામાં આવ્યા છે.
ર૭. વળી મારે જણાવવું જોઈએ કે આ ધર્મનાં પુસ્તકોમાં કઈ પણ જગ્યાએ સૂત્રવિરુદ્ધ કે આજ્ઞાવિરુદ્ધ લખાણ કરવાની કોશિશ કરી નથી, તેમ છતાં કઈ નજરેદેષથી કે અલ્પમતિ યા અલ્પશક્તિને લીધે તેમ જ આ અમારો તદ્દન નવીન જ પ્રયાસ હોવાથી કોઈ સ્થળે કઈ દોષ કે ખામી માલુમ પડે તે સુજ્ઞજનો સુધારી લેશે, અને તે બાબત જે કાંઈ સુધારો કરવા ધારો તો તે પ્રમાણેની સૂચના મારી ઉપર મોકલવા કૃપા કરશે કે જેથી આગળ જતાં તે સુધારો કરવાનું બની શકે.
૨૮. આજકાલ ઘણા શ્રાવકો તરફથી સૂચના કરવામાં આવે છે કે સાંસારિક કેળવણુ સાથે ધાર્મિક કેળવણી આપવા માટે પાઠશાળાઓ, બોડીંગ સ્કૂલ તથા નાની વિદ્યાશાળાઓ સ્થાપી, ધર્મશિક્ષક તૈયાર કરવા. પણ તેટલું કર્યા પછી પણ એક મોટી મુશ્કેલી તે નડશે જ. એ મુશ્કેલી વિષે કેળવણીના શુભેચ્છકોના લક્ષ્યમાં આવ્યું હોય એમ જણાતું નથી. તે મુશ્કેલી એ છે કે-તમામ શાળાઓમાં શિક્ષણનું એકસરખું બંધારણ કરવા માટે ગ્ય પુસ્તકો જોઈશે. હાલ વપરાતાં પ્રતિક્રમાદિ પુસ્તક શિક્ષણની સુધરેલી પદ્ધતિને અનુસરતાં હોય એમ લાગતું નથી. આ મુશ્કેલી કંઈક અંશે દૂર કરવાના