________________
[ ૧૧૦ ]
ઇરાદાથી મેં હવે પછી પ્રગટ કરવા ધારેલી જ્ઞાનમાળા તૈયાર કરવાના પ્રયત્ન કર્યો છે.
""
શ્રો કપૂરવિજયજી
આ
“. જૈનધમ
( “ જૈન ધર્મ જ્ઞાનમાળા ”” ની ઉપયેાગિતા દર્શાવતી
લેખમાળાનુ અવતરણ. )
[ આ. પ્ર. પુ. ૧૯, પૃ. ૬૮. ]
જૈનશાસનની રક્ષા અને પુષ્ટિના સરળ માર્ગ,
જૈનસમાજમાં સંવેગી ( ત્યાગી ) ગણાતા સાધુ-સાધ્વીએની સંખ્યા સારા પ્રમાણમાં છે. બહેાળે ભાગે સમાજને ઢારવાનુ અને ઉપદેશ દેવાનું તેમને જ સુપ્રત થયેલ છે, તેથી જ જો ત્યાગી લેખાતા સાધુ-સાધ્વીએ પેાતાની જવાબદારી સમજી જેવી તેવી નજીવી વાતા-વિકથાઓમાં પેાતાના અને પરના અમૂલ્ય સમય ગુમાવી નહિ દેતાં તત્ત્વજ્ઞાનના અભ્યાસ રૂડી રીતે જાતે કરી, પેાતાની તત્ત્વશ્રદ્ધા નિ`ળ અને નિ:શાંતિ બનાવી, જો તેઓ પેાતાનું ચારિત્ર ઉત્તમ પ્રકારે ઘડવા તથા તપ-જપનુ સેવન કરવા ઉજમાળ અને તે તેમના ઉપદેશની અથવા સદ્ગુનની છાપ સમાજ ઉપર એર જ પડે અને પવિત્ર શાસનની સ્હેજે રક્ષા તથા પુષ્ટિ થવા પામે.
પ્રથમ આગેવાન લેખાતા સાધુ-સાધ્વીએ જો સમયને એળખી, નકામી આળપંપાળ છેડી, કેવળ આત્માથી પણે સ્વપરહિતસાધનમાં જ ઉજમાળ થઇ રહે તેા તેમના આશ્રય તળે રહેનારા કંઇક ભવ્યાત્માએ ઉપર તેની અજખ અસર થવા પામે જ. જૈનસમાજ અને શાસનનેા ઉદય નજદીકમાં થવા નિમિત હૈાય તા જ પ્રત્યેક આગેવાન સાધુ-સાધ્વીને આવી સમુદ્ધિ સૂઝે.