________________
[ ૧૦૮ ]
શ્રી કપૂરવિજયજી ૨૩. આ પુસ્તકમાં પ્રથમ સ્વર અને વ્યંજનની સમજણ આપ્યા પછી પ્રવેશક પાઠ નાંખવામાં આવ્યા છે. અર્થની ગંભીરતા પ્રમાણે અનુક્રમે કઠિન સૂત્રપાઠ દાખલ કર્યા છે. ત્યારપછી પાછલા સૂત્રપાઠ ઉપર વિશેષ વિવેચનના રૂપમાં કેટલાક પાઠ જરૂરીયાત પ્રમાણે આપ્યા છે, તેમાં સામાયિક તથા ચૈત્યવંદનની ક્રિયા-વિધિ યથાગ્ય રીતે સ્પષ્ટ કરવામાં આવી છે. છેવટે શિષ્યનું જ્ઞાન પારખવા માટે પરીક્ષકને ઉપયેગી થાય એવા હેતુથી તમામ પાઠમાંથી પ્રશ્નો કાઢીને મૂકવામાં આવ્યા છે.
૨૪. એ પ્રશ્નોદ્વારા એવી નેમ રાખવામાં આવી છે કે પરીક્ષકોએ પ્રશ્નો ઉપરથી જ શિષ્યને અભ્યાસ સંબંધી સવાલ કરવા પણ તે પુસ્તકથી બહારને કોઈપણ પ્રશ્ન કરવો નહિ.
૨૫. આથી ભણનાર શિષ્યની તેમ જ તેના ભણાવનાર શિક્ષકની પરીક્ષા થશે એટલું જ નહિ પણ આ પહેલું પુસ્તક પૂરું કરનાર કેટલું જ્ઞાન પામ્યા છે તે પણ હાલ ચાલતી વ્યવહારિક કેળવણીના ધોરણની શૈલી પ્રમાણે કોઈને પણ જાણવું સરળ થઈ પડશે.
૨૬. જે આ પુસ્તક જેનવર્ગમાં સામાન્ય રીતે સર્વત્ર ઉપયોગી થઈ પડશે એટલે કે શાળામાં ભણતા વિદ્યાથીઓને તથા સામાન્ય રીતે શીખનાર અભ્યાસીઓને તેમ જ બીજા પુખ્ત ઉમરના ધર્માથી સજજનોને પણ અમુક અંશે લાભ કારી નીવડશે તો હવે પછી આ પુસ્તકના ક્રમાનુસાર બીજા પુસ્તકો પણ કાઢવાનો ઈરાદો છે, અને તે પુસ્તકોમાં ભણનારની બુદ્ધિ તથા વયનાં પ્રમાણમાં ચઢતાં ચઢતાં ધર્મજ્ઞાનનાં ઉપયોગી વિષય ને ક્રિયાવિધિ, અર્થવિચારની સમજણ સહિત દાખલ કરવાની ઈચ્છા રાખી છે.