________________
[ ૧૦૬ ]
શ્રી કરવિજયજી હોય તે તેઓની ખાસ ફરજ છે કે તેઓએ ધર્મશાસ્ત્રનાં તનું સદ્દગુરુ પાસે દરરોજ થોડા થોડા વખત અધ્યયન કરવું, એટલું જ નહિ પણ પિતાને મળેલા જ્ઞાનનો સદુગ કરી તેમની સાથે દરેક ઉપયેગી પ્રસિદ્ધ ધર્મક્રિયામાં ભાગ લે. આથી પરસ્પર વિરોધભાવ ટળી જઈને વિશ્વાસની વૃદ્ધિ થશે અને તેને પરિણામે સાંસારિક સ્થિતિ સુધારવાના તેઓ કારણભૂત થશે.
૨૦. હાલ અપાતા ધર્મશિક્ષણથી પિોપટીયું જ્ઞાન માત્ર મળે છે તેનું કારણ સમજણવગરનું ગેખણ માત્ર કરાવાય છે તે જ છે. શીખવનારને શીખવવાની કંઈ વિશેષ માહિતી કે કેમ શીખવવું તેની કિંચિત્ સૂચના પણ કેઈ પુસ્તકમાં જોવામાં આવતી નથી, એથી આ કામ કેવળ કઢંગી સ્થિતિમાં ગમે તેમ ચાલ્યું જાય છે. કહેવાનો મતલબ એ જ છે કે-શિક્ષકને શિક્ષણ સંબંધી કંઈક પણ માહિતી મળે અને વિદ્યાથીઓને સરળ થઈ શકે એવી પદ્ધતિનાં સર્વમાન્ય પુસ્તક બહાર પડવાં જોઈએ. આ અડચણ દૂર કરવાના હેતુથી બહુમતે લખાયેલી, જૈનધર્મની શરૂઆત કરવામાં ઉપયોગી થઈ પડે તેવી જ્ઞાનમાળાની
જના ઘડી કાઢવામાં આવી છે, માટે જે તે કંઈ પણ લાભકારક થઈ પડશે તે પ્રયત્ન અને ધારણા ફળિભૂત થયાં સમજાશે.
૨૧. આજકાલ ચાલતી જૈન વિદ્યાશાળાઓમાં અપાતું ધર્મશિક્ષણ દેશકાળને અનુસરતું ન હોવાથી તથા સાંસારિક કેળવણીની પદ્ધતિ પ્રમાણે સરળ ન હોવાથી પ્રથમ શીખનાર જેન કે અન્યદર્શનીને અઘરું પડે છે, એટલું જ નહિ પણ