________________
[ ૧૦૪ ]
શ્રી કપૂરવિજયજી માણસોનાં હૃદયમાં આ વાતથી ખરેખર મોટે આઘાત લાગ્યા છે. તેઓ ધારે છે કે કેળવણીમાં આગળ વધે એટલે તેઓ ધર્મમાં પણ આગળ વધવા જોઈએ. તેઓ એવા તો આસ્તિક અને ધર્મકાર્યમાં ભાગ લેનારા હોવા જોઈએ કે કેળવણીમાં પછાત રહેલાઓને અને પૈસાદાર માણસને તેઓનું કાર્ય અને તેમની કલમ જાગૃત કરીને કર્તવ્યમાર્ગે દરે, અને ધર્મકાર્યમાં વિશેષ સહાયભૂત થઈ પડે; પરંતુ બને છે તેથી ઊલટું જ ! આ બિનાથી કયા ધાર્મિક પુરુષને ખેદ થયા વિના રહેશે ?
૧૬. ઓછા કેળવાયેલા કે નહિ કેળવાયેલા માણસે શીખવાશીખવવામાં સર્વમાન્ય માર્ગ ગ્રહણ કરે છે, પરંતુ કેટલાક કેળવાયેલા યુવાન પુરુષો હસવા સરખી દલીલો રજૂ કરીને કહેશે કે સૂત્રે મોઢે કરવાની શી જરૂર છે? ખાલી મહેનત શા માટે કરવી જોઈએ? એકલી સમજણથી શું ન ચાલે? સૂત્રપાઠ મુખે કર્યા સિવાય શું અમારે નહિ ચાલે? વગેરે બોલીને સૂત્રો મુખપાઠ કરવાની બાબતમાં વાંધો લે છે. અલબત્ત અમારે કબૂલ કરવું જોઈએ કે કેટલેક સ્થળે સમજણ વગરનું કેવળ ગેખણ ચલાવવામાં આવે છે એ વાત નિઃસંશય છે, પરંતુ જે જે બાબત સમરણમાં જ રાખવા ગ્યા હોય તે તો મુખપાઠ કરવી જ જોઈએ એમ તો અમારા કેળવાયેલા બંધુઓ પોતે લીધેલી વ્યાવહારિક કેળવણીના અનુભવ ઉપરથી કબૂલ કરશે જ. આ વાતના ટેકામાં અમે કેટલીક દલીલે નીચે રજૂ કરીએ છીએ.
૧૭. આજકાલ અપાતી વ્યાવહારિક કેળવણીમાં ભૂગળજ્ઞાન, ખગોળશાસ્ત્ર, વ્યાકરણ તથા રસાયનવિદ્યા ઈત્યાદિ જ્ઞાનના વિષયેમાં કેટલું કેટલું મુખે કરવું પડે છે ? વળી