________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૦૩ ] માનપેપર અને ભાષણ આદિદ્વારા ધર્મજ્ઞાનના શિક્ષણની ખામી અને તે કેવી રીતે દૂર કરી શકાય તેને માટે ઠેકાણે ઠેકાણે ચર્ચાઓ થઈ રહી છે, પણ સારાં કામનો પ્રારંભ કરવા માટે સર્વ કઈ જાણે છે તેમ તે કાર્યને ઉપયેગી થઈ પડે તેવાં સાધનો ઉત્પન્ન કરવા જોઈએ.
૧૪. અત્યારે ધર્મજ્ઞાનની શરૂઆત કરવા માટે નાનાં પુસ્તકો જે કે બહાર પડેલાં નજરે પડે છે, તથાપિ અફસોસ, જેને જે રસ્તો ઉત્તમ લાગે તેણે તે સ્વેચ્છાએ અમલમાં મૂક્યો. બીજાઓને તે વિચારે કે પદ્ધતિ અનુકૂળ પડશે કે નહિ તેની દરકાર કરી નહિ. આ રીતે ધર્મજ્ઞાન ફેલાવવાનો રસ્તો વિવિધ પદ્ધતિ અને વિવિધ વિચારવાળે પકડવાથી ધારેલું ફળ મળવું મુશ્કેલ છે. બાળકનાં તન, મનને ચે અને તેની શક્તિની હદમાં જ હોય એવાં બહુમતથી લખાયેલાં ધર્મશિક્ષણનાં પુસ્તકો જોઈએ.
૧૫. અત્યાર સુધીમાં બહાર પડેલાં પુસ્તકની શૈલી એવી જેવામાં આવે છે કે શીખવાને આરંભ કર્યા પછી નિરસતાથી કે કઠિનતાથી શીખનાર તે કામ છોડી દે છે, શીખવામાં તેને ગમ ન પડવાથી તેને રસ ઉપજતો નથી અને તે બનેથી તેને ઊગતે ધર્મભાવ નાબૂદ કે લગભગ નષ્ટ થઈ જાય છે.
વળી વિશેષ અફસોસની વાત તો એ છે કે-કેળવણુમાં આગળ વધેલામાંનાં ઘણાખરાં માણસો ધર્મને કે દેવદર્શનને ખરેખર તિરસ્કારની નજરે જુએ છે. અંગ્રેજી ભણીને આગળ વધી ડીગ્રીઓ મેળવતા થયા એટલે તે તેમને ધર્મની જરૂર જ જાણે ન હોય ? પરભાષા શીખ્યા એટલે જાણે પરધમી જ બની ગયા હોય એવો ભાસ થાય છે. ધર્મમાં આગળ વધેલાં