________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૧૦૧ ] જેવા મોટા દિવસોમાં જે શ્રાવક સૂત્રનું ઘી બોલે તે જ ભણાવે એ પ્રથા ભૂલભરેલી જણાય છે, કેમ કે ખોટા ઉચ્ચારના આવશ્યક કરવા અને તે સાંભળવા તે કરતાં ઘીની ઉપજ ન થાય તો કાંઈ હાનિ થવા સંભવ નથી, માટે ધર્માચાર્યોએ શુદ્ધ ઉચ્ચારવડે આવશ્યક ક્રિયા કરાવનારને જ આદેશ આપવો જોઈએ. ધર્મસ્થિતિ સુધારવા માટે સંસારસ્થિતિ સુધારવાની જરૂર
૯ પાછળ કહ્યું તેમ જ્યાં સુધી સાંસારિક સ્થિતિ ન સુધરે ત્યાં સુધી ધાર્મિક સ્થિતિ સુધરવાનો સંભવ નથી. સાંસારિક સ્થિતિ સુધારવા માટે ગુજરાતી અને ઈંગ્રેજી કેળવણી યોગ્ય રીતે મળવી જોઈએ અને તેને માટે જેનસમુદાય તરફથી મોટાં મોટાં શહેરોમાં જેનસ્કૂલ સ્થાપવી જોઈએ કે જેમાં સરકારી કેળવણીખાતાની જેમ કેળવણી આપવામાં આવે અને તે સાથે એક એક અથવા બે બે કલાક દરજ યોગ્યતાના પ્રમાણમાં ધર્મ સંબંધી જ્ઞાન પણ આપવામાં આવે.
૧૦. ધર્મ સંબંધી કેળવણું આપવી એટલે માત્ર “નમો અરિહંતા ” વગેરે સૂત્ર પાઠ કંઠે કરાવવા એમ સમજવું નહિ, પરંતુ બાળકેની શક્તિના પ્રમાણમાં પ્રારંભથી જ ઓછીવત્તી સમજુતી અર્થ સહિત આપવી જોઈએ. બાળવૃક્ષની પેઠે બાલ્યાવસ્થાથી જ ધીમે ધીમે જૈનધર્મનાં તો એવી રીતે તેના મનમાં ઠસાવવાં જોઈએ કે જેથી પુષ્ટ થયેલું વૃક્ષ જેમ નમાવી શકાતું નથી તેમ મોટી ઉમ્મરે અન્યદર્શનીઓનાં શાસ્ત્રો વાંચીને કે યુરોપિયનનાં સિદ્ધાંત જાણીને તેનું મન લેશ માત્ર પણ ચલિત થાય નહિ. કોઈ હકીકત પ્રત્યક્ષ પ્રમાણાદિવડે જતાં લક્ષ્યમાં ઊતરે નહિ તો તે વખતે તેવી સમજણનાં શાસ્ત્રોને