________________
[ ૧૦૦ ]
શ્રી કપૂરવિજયજી ગુજરાન અને કુટુંબનું ભરણપોષણ હાલના જમાનામાં ઈંગ્રેજી અને ગુજરાતી જ્ઞાનને આધારે જોવામાં આવે છે. આ કામમાં ખર્ચનો બોજો વધારે છે તે પણ પોતાના સ્વધમભાઈઓની સ્થિતિ સુધરે અને જ્ઞાનમાં પણ પ્રવીણ થાય એમ ઈચ્છનાર સદગૃહસ્થોએ ખર્ચ તરફ ધ્યાન આપવાનું નથી, માટે જેનશાળામાં મુખ્ય તો ગુજરાતી અને બની શકે તેટલું ઈંગ્રેજી જ્ઞાન મળવું જોઈએ.
૬. અત્યાર સુધીમાં અનેક સ્થળે જૈનશાળાઓ સ્થાપન થયાને ઘણે લાંબો વખત થયા છતાં તેમાંના વિદ્યાથીઓનો અભ્યાસ કોઈ પણ સ્થળે પસાર થયો હોય એવું જાહેરાતમાં આવ્યું નથી, તેનું મુખ્ય કારણ જેનકમમાં ઘણું કરીને હાલના સમયે નરમ સ્થિતિવાળ વર્ગ વધારે જોવામાં આવે છે. પોતે દ્વવ્યાદિએ સુખી થવાની ઈચ્છાને લીધે પિતાનાં બાળકોને સાંસારિક જ્ઞાન લેવા તરફ તેઓના રક્ષકો વધારે પ્રેરણા કરે છે, પરંતુ સ્થિતિના સબબે તે અભ્યાસ પણ સંપૂર્ણ થતો નથી અને જેનજ્ઞાન પણ મેળવાતું નથી. પરિણામે મૂળ સ્થિતિ ફરી શકતી નથી, કેમ કે હાલમાં કેળવણીનો ખર્ચ બહુ વધી ગયા છે.
૭. આ બધી હકીકતથી જેનવનું હિત વાંછનારા મહાપુરુષોએ જેન પાઠશાળામાં બને (સાંસારિક અને ધાર્મિક) અભ્યાસ હમેશાં થઈ શકે તેવી યેજના કરવી જોઈએ.
૮. આજ ઘણે સ્થળે સામાયિકાદિ ષડાવશ્યક પણ શુદ્ધ ઉચ્ચારથી ભણાતા હોય એમ જણાતું નથી, તેમ જ ભણેલું અશુદ્ધ હોય તે તે સુધારવાની ઈચ્છા ધરાવતા હોય એમ પણ જણાતું નથી, એ ઘણું જ ખેદકારક છે. વળી સંવછરી