________________
[ ૯૮ ]
શ્રી કપૂરવિજયજી
સ્થિતિ સુધારવાને સારું સાંસારિક જ્ઞાન અને તેની જ સાથે નીતિ વધારવાને તથા ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત થવાને માટે કાંઇપણુ બદલાની ઇચ્છા સિવાય ફક્ત પરમાર્થ બુદ્ધિથી તન, મન અને ધન સંબ ંધી યથાયેાગ્ય શક્તિ પ્રયુ જી શાળાએ સ્થાપન કરે છે; એટલુ જ નહિ પણ તેમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીએને સ્કાલરશીપ વગેરેની મદદ કરી પેાતાના જાતિભાઇઓને જ્ઞાન સંબંધી અને સાંસારિક સ્થિતિ સંબંધી સારી પાયરી ઉપર આવતા જોઇ પોતે સતાષ માને છે. એવા એકથી વધારે દાખલા પ્રત્યક્ષ નજર સામે જોવા છતાં આપણી જૈન કેામ તે સંબંધમાં બહુ પછાત છે એમ કહેવામાં કાંઇ આંચકેા ખાવા જેવું નથી, માટે જૈન કેામનાં બાળકેાને હાલના જમાનાને અનુસરી ગુજરાતી અને અગ્રેજી જ્ઞાન મેળવવાની સાથે જૈન ધર્મનું જ્ઞાન પણ પ્રાપ્ત થાય એવા ઈલાજ શેાધવા જોઇએ.
૨. પાઠકવર્ગ કેળવણીથી વધી પરીક્ષામાં પસાર થાય તે જ હાલના રાજકર્તા તેઓને પદવીલાયક જાણી મેાટા મેટા હાદ્દા બક્ષે છે. ત્યારબાદ તેએ અભ્યાસ કરાવવાની પરવાનગી મળેથી શાળાઓમાં ભણાવે છે. એવુ છતાં પણ તેના ઉપરી
પણ હાય છે અને હજારા ગાઉમાં સ્થળે સ્થળે એક સરખું જ શાળાનું બંધારણ જોવામાં આવે છે. જૈનકામમાં હાલના સમયે જૈનજ્ઞાન મેળવવાને સારું સગૃહસ્થા ધનાદિથી મદદ કરી જૈનશાળાએ સ્થાપન કરે છે, પરંતુ પુષ્કળ વ્યય થવા છતાં ધનાદિના યથા ઉપયાગ ન થવાથી તેનુ પરિણામ સારું દેખાતું નથી, તાજેતરમાં નીચે પ્રમાણે ખામીએ શાળાઓમાં જણાય છે.
૩. જેને પૂરું લખતાં, વાંચતાં અને શુદ્ધ ઉચ્ચાર કરતાં