________________
લેખ સંગ્રહ : ૫ :
| ૯૯ ]
પણ આવડતું ન હાય તેવી સ્થિતિવાળાને શાળાના માસ્તર મનાવવામાં આવે છે, એટલુ જ નહિ પણ તેને જ શાળા સંબંધી સ્વતંત્રતા અર્પણ કરાય છે, એટલે તે પેાતાની મરજી અનુસાર બાળકોને અભ્યાસ કરાવે છે. એમ થવાથી ધનાદિ મદદને લીધે શાળા તા કદાચ સ્થાયીભાવે શરૂ રહે છે, પરંતુ શુદ્ધ અભ્યાસ થતા નથી એમ સ્પષ્ટ જોવામાં આવે છે.
માટે અમુક સ્થળે શાળાઓના માસ્તરાની અગાઉથી પરીક્ષાના વિષયેાની જાહેરખબર આપીને પરીક્ષા થવી જોઇએ, અને પછી પરીક્ષાના પરિણામ ઉપર ધ્યાન આપી તેઓને લાભ આપવા જોઇએ.
૪. શાળામાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને ધેારણસર એક સરખી રીતે અભ્યાસ કરાવવાની ખરેખરી જરૂર છે. તેમ થવાથી શાળાઓમાં પરીક્ષા લેવાનુ કાર્ય જેના શિર ઉપર નાંખવામાં આવે તેને પરીક્ષા લેવાનું સુગમ થાય અને તે ઉપરાંત સુધારા પણ થઇ શકે, માટે અભ્યાસીઓને સ્થળે સ્થળે એક સરખી રીતે અભ્યાસ કરાવાય તેવું ખધારણ થવા માટે તુરત ધ્યાન ખેંચાવું જોઇએ.
કેવી શૈલીથી વ્યવહારિક તથા ધાર્મિક શિક્ષણ અપાવું જોઈએ ?
૫. વ્યવહારિક કેળવણીને અનુસરતું ગુજરાતી છઠ્ઠા ધેારણ સુધીનું જ્ઞાન જૈન પાઠશાળામાં આપવા ઉપરાંત ફક્ત અબ્બે કલાક જૈન ધાર્મિક જ્ઞાન આપવાની આવશ્યકતા છે. સાંસારિક સ્થિતિ સુધર્યા સિવાય ધાર્મિક જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, કેમ કે પેાતાનું