________________
[ ૧૦૨ )
શ્રી કરવિજયજી વિરહ, ગીતાર્થ ગુરુને અભાવ અને પિતાની સમજણમાં ખામી વિચારી મધ્યસ્થભાવ ધારણ કરે.
૧૧. જ્યારે આવી રીતની જેમકેળવણી આપવી ઠરે ત્યારે તેવી કેળવણું આપનાર માસ્તરે જોઈએ અને તેને માટે પરીક્ષા લેવાનું સ્થળ મુકરર કરી પરીક્ષા પણ લેવાવી જોઈએ. વળી તેમાં પાસ થયાના પ્રમાણમાં તેને પગાર મળ જોઈએ અને કામ પણ તેની યેગ્યતાના પ્રમાણમાં સેં પાવું જોઈએ. હાલમાં પરીક્ષા લીધા વિના માત્ર સૂત્રપાઠ અર્થ સમજ્યા વિના ગોખી
ખીને કઠે કરેલાં માણસો મહેતાજી તરીકે નીમાય છે અને તેઓ પિતાની આવડત પ્રમાણે શુદ્ધ કે અશુદ્ધ જેવું ભણાવે તેવું ચલાવી લેવામાં આવે છે, પરંતુ તેથી ખર્ચ માત્ર થાય છે અને ધારણા ફળિભૂત થતી નથી.
૧૨. જેનશાળાઓ સ્થાપી માસ્તર રાખીને પગાર વગેરેને ખર્ચ કરવામાં મુખ્ય ધારણા જૈન બાળકે શુદ્ધ ઉચ્ચાર સહિત જેનસૂત્રે શીખે અને તેના અર્થ સમજી જૈનધર્મનું સર્વોત્કૃષ્ટ સ્વરૂપ જાણું તેમાં દૃઢ થાય એવી હોય છે. જ્યારે આવી ધારણા અંતઃકરણમાં રાખવામાં આવે છે ત્યારે તે ફળિભૂત થઈ કે નહિ ? અથવા કેટલે દરજજે થઈ ? તે જાણવા માટે દરેક જૈનશાળામાં અભ્યાસ કરનારા વિદ્યાથીઓની નિયમિત વખતે પરીક્ષા લેવાવી જોઈએ.
૧૩. પરીક્ષા લેવાનું ધોરણ દાખલ કરવાનો વિચાર કરતાં પહેલાં અભ્યાસનું ધોરણ મુકરર કરવું જોઈએ, તથા અભ્યાસના સાધન તરીકે પુસ્તકની યોજના દેશકાળને, વિદ્યાથીઓની ઉમ્મરને અને બુદ્ધિને અનુસરતી થવી જોઈએ. માસિક, વર્તન