________________
લેખ સંગ્રહ : ૫
[ ૧૦૭ ]
જે ધર્મજ્ઞાનના રસનું આસ્વાદન આનંદપૂર્વક થવુ જોઇએ તે પણ થતુ નથી. વળી ઘણે સ્થળે સૂત્રેાના પાઠ ફક્ત મેઢે કરાવવામાં જ આવે છે, તેમાં અજ્ઞાનના સ્હેજ પણ વિચાર કરાવવા તેા દૂર રહ્યો પણ શુદ્ધ ઉચ્ચાર ઉપર પણ લક્ષ્ય ભાગ્યે જ આપવામાં આવે છે. શીખનાર તથા શીખવનારને માત્ર એટલી જ ઉત્કંઠા જણાય છે કે જેમ બને તેમ થાડા કાળમાં ઘણા પાઠ તૈયાર કરી નાખવા. વળી જો કેાઇ સ્થળે કદાચ અર્થ સહિત શીખવવામાં આવે છે તેા તે પણ કેવળ શુકપાઠ સમાન હાય છે, પણ શીખનાર પાઠના સાર કે હેતુ સમયેા છે કે નહિ તે સંબંધી શિક્ષક અને શિષ્યની વચ્ચે કંઇ પણ તર્ક, પ્રશ્નોત્તર કે પરીક્ષા થતી નથી. તેથી પરિણામ એવુ આવે છે કે-બહારના કાઇ કેળવાયલેા ગૃહસ્થ આવા ભણનારને અમુક બાબતને પ્રશ્ન કરે તે તેના સતાષકારક ઉત્તર આપી શકતા નથી, ઉપરાંત પાતે પાપટની માફ્ક શીખેલા પાઠના શબ્દેશબ્દ કહેવા જતાં પણ અનેક ભૂલેા કરે છે.
૨૨. જૈનધમ સબંધી જ્ઞાનમાં પ્રથમ શું શીખવવું તથા કેવી રીતે શીખવવું ઇત્યાદિની ક્રમવાર સરળ ચેાજના ન હેાવાથી ભિન્ન ભિન્ન સ્થળે ભિન્ન ભિન્ન પ્રકારનું જ્ઞાન અપાય છે. વળી પરીક્ષાના નિયમ પણ ક્યાંઇ જોવામાં આવતા નથી, તેથી અમુક માણુસે કેટલું ધર્મ જ્ઞાન મેળવ્યું છે, તે જાણવાનું પણ કંઈ સાધન નથી. એ સઘળી અડચણા કંઇક અંશે દૂર કરવાના હેતુથી આ જ્ઞાનમાળા ઉપયેગી થઇ પડશે. આથી શિક્ષકને, શિષ્યને તથા પરીક્ષકને પોતાના કામમાં સરલતા થશે અને વખત બ્ય જતા અટકશે એવી આશા રાખવામાં આવે છે.