________________
લેખ સગ્રહ : ૫
[ ૧૦૫ )
કાયદાશાસ્ત્રીને, વૈદ્યકશાસ્ત્રોને, ભાષાજ્ઞાનીને તથા ઇજનેર વગેરે વિદ્વાન પુરુષોને યાદશક્તિના કેટવા બધા ઉપયાગ કરવા પડે છે તે તેઓ જાણે છે.
૧૮. ઇંગ્રેજીમાં કહેવત છે કે-“ મહાવરા મનુષ્યને પરિ પકવ બનાવે છે. ’” એ વાત ખરી જ છે, કેમ કે નાનાં બાળકોને મનની, વચનની તથા શરીરની જે જે ટેવા નાનપણથી પાડવામાં આવે છે તે દૃઢ મૂળ ઘાલીને રહે છે. જુએ, અંગબળમાં નાનપણથી બાળકનું શરીર જેટલુ વળી શકે છે તેટલું માટી ઉમ્મરના વાળી શકતા નથી, તેમ જ વાક્ચાતુર્ય માં નાટકગૃહનાં નાનાં બાળકે જેવાં સુભાષિત, મધુર અને અસરકારક વચના મેલે છે તેવી વચનકળા માટી ઉમ્મરે શીખતાં મુશ્કેલ પડે છે, અને કદાચ શીખે છે તેા તેની અસર પાડી શકતા નથી. તે જ પ્રમાણે બાળકેાનાં કુમળાં મનની યાદશક્તિ ખીલવવા માટે મહાપુરુષોનાં જ્ઞાનગર્ભિત ગંભીર વના પણ મેઢ કરાવવાની જરૂર છે.
૧૯. અસલના મહાન્ આચાર્ય તથા ધર્મવેત્તાએ માટા ગ્રંથે! ઉપરથી સંક્ષિપ્ત સૂત્રાની રચના કરી ગયા છે તે મુખપાઠે કરવાના હેતુથી જ કરેલી દીસે છે, એવું અમારા કેળવાયેલા મિત્રાને ધર્મશાસ્ત્રના ઊંડાં તવામાં ષ્ટિ કરતાં માલૂમ પડશે. હાલ તેઓ જે એકાંત અભિપ્રાય આ બાબતમાં આપે છે તે તેઓના ધર્મજ્ઞાન વગરના એકપક્ષીય જ્ઞાનનું પરિણામ છે. માટે તેને અમારી નમ્ર ભલામણ છે કે- તે પેાતાના સુવિચાર તથા ઉત્તમ નીતિરીતિને સુધારા આજના ધર્મ શ્રદ્ધાવાળા પણ અભણ વર્ગમાં દાખલ કરવા ઇચ્છતા