________________
[ ૭૪ ]
શ્રી કપૂરવિજયજી ભેગ પણ રોગની જેવા અળખામણું લાગશે ત્યારે જ તને પરમસુખ પ્રાપ્ત થશે.
૬. જ્યારે તારું ચિત્ત બહાર ભટકવાનું તજી દઈ, સ્થિરતાને પામી નિ:સ્પૃહ બની જશે ત્યારે જ તેને પરમસુખ પ્રાપ્ત થશે.
૭. જ્યારે તારું ચિત્ત ધ્યાનસરેવર મળે આત્મગુણાસ્વાદરૂપી કમળમાં ભ્રમરની જેમ લીન થઈ જશે ત્યારે જ તને પરમસુખ પ્રાપ્ત થશે.
૮. જ્યારે તારું મન મનહર સ્ત્રીઓમાં અને કાળી મસીમાં સમભાવ ધારણ કરશે ત્યારે જ તને પરમસુખ પ્રાપ્ત થશે.
૯ દેદીપ્યમાન રત્નમાં અને મોડીમાં જ્યારે તારી મનોવૃત્તિ એક સરખી થઈ જશે ત્યારે જ તને પરમસુખ પ્રાપ્ત થશે.
૧૦. મેઘના આવરણ અને રાહુના અંતરાયથી રહિત એવા ચંદ્રમાની જેવું નિર્મળ તથા રજોગુણ અને તમગુણ વિનાનું જ્યારે તારું ચિત્ત થશે ત્યારે જ તને પરમસુખ પ્રાપ્ત થશે.
૧૧. ક્રોધાતુર થયેલા શત્રુ ઉપર અને શુદ્ધ અંત:કરણવાળા સજન ઉપર જ્યારે તારું મન સમભાવ ધારણ કરશે ત્યારે જ તને પરમસુખની પ્રાપ્તિ થશે.
૧૨. જ્યારે તારું મન વાઘથી જેટલું ડરે તેટલું પરનિંદાથી અને વિષધરથી જેટલું ડરે તેટલું પરદ્રોહથી ડરતું રહેશે અર્થાત પ્રાણાતે પણ પરનિંદા અને પરદ્રોહમાં પ્રવૃત્તિ કરશે નહિ ત્યારે જ તને પરમસુખ પ્રાપ્ત થશે.