________________
[ ૭૬ ]
શ્રી કરવિજયજી વિજ્ઞાન અને તત્વજ્ઞાનની સંક્ષિપ્ત વ્યાખ્યા.
તેની ધર્માચરણથી જ સાર્થકતા. જુદા જુદા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ વિષે વિસ્તાર પૂર્વક વિગતવાર હકીકત એકઠી કરી સિદ્ધાન્ત નક્કી કરનાર શાસ્ત્રો વિજ્ઞાનરૂપ કહેવાય છે, અને તે સમગ્ર વિજ્ઞાનનું એકીકરણ કરી પરસ્પર સંબંધે નક્કી કરી આખા વિશ્વની ઘટનાઓ સાથે પરસ્પરનો મેળ બેસાડી આપનાર શાસ્ત્ર-- તત્ત્વજ્ઞાન કહેવાય છે. બંને વચ્ચેને આ ભેદ બરાબર ધ્યાનમાં રાખવા યોગ્ય છે.
ધર્મજ્ઞાન એટલે અધ્યાત્મ-શાસ્ત્ર, એ તત્વજ્ઞાનશાસ્ત્રનું એક મેટું અંગ છે પણ ધર્માચરણનું તત્વજ્ઞાન એ પેટા અંગ છે. ધર્મજ્ઞાન સમજીએ તો ધર્મનું અને અધ્યાત્મશાસ્ત્રનું જ્ઞાન વચ્ચે આવી જાય છે, પરંતુ ધર્મના આચરણ પ્રસંગે તત્વજ્ઞાન માત્ર સ્થિરતા અને પ્રગતિ માટે ઉપયોગી થાય છે, તેથી તે ધમાચરણનું એક અંગ બને છે. તત્વજ્ઞાનના સારને અમલ કરવા ધર્માચરણ જ ઉપયોગી છે.
ધર્મ એ મહાન પ્રગતિમાર્ગમાં પ્રયાણરૂપ ક્રિયાત્મક એક વસ્તુ છે કે જે જગતમાં સર્વ શ્રેષ્ઠ વસ્તુ છે, અને તત્ત્વજ્ઞાન માત્ર જ્ઞાનસ્વરૂપ છે, જે સર્વ જ્ઞાનમાં શ્રેષ્ઠ છે પરંતુ ધમચરણથી તેને બીજો નંબર છે. યેગશાસ્ત્ર વાંચવા માત્રથી
ગની સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, તેવી જ રીતે અધ્યાત્મશાસ્ત્ર કે તત્ત્વજ્ઞાનશાસ્ત્ર જાણવા માત્રથી ધર્મ વિષે સિદ્ધિ પ્રાપ્ત કરી શકાતી નથી. તત્વજ્ઞાન અને ધર્મની અત્યંત નજદીકનું