________________
લેખ સંગ્રહ : ૫ ?
[ ૭૫ ] જૈન દર્શન અને ઈતર દર્શનેને તત્ત્વજ્ઞાન અને
વિજ્ઞાનશાસ્ત્ર સંબંધી મુકાબલો, જૈનદર્શન સંપૂર્ણ નગર્ભિત હોવાથી પ્રમાણરૂપ તત્વજ્ઞાનરૂપ છે, અને ઇતર દર્શન કેઇ એક નયને નિર્દેશ કરી વિરમતા હોવાથી તેના એક અંશરૂપ વિજ્ઞાનરૂપ ગણાય. સમુદ્રમાં સર્વ નદીઓ સમાઈ શકે પણ કેઈએક નદીમાં સમુદ્ર શી રીતે સમાય ? તેથી એક પંડિતે પોતાના ગ્રંથમાં છેવટે જણાવ્યું છે કે “જૈનશાસ્ત્રમાં સઘળાં શાસ્ત્રો દેખાય છે અને ઈતર શાસ્ત્રોમાં તેની ભજના એટલે જેનશાસ્ત્ર હોય કે ન હોય અથવા વિભાગથી હેય. ” એમાં જરાએ અતિશયોક્તિ નથી. તેમ જ તેમાં નવીનતા નથી, કોઈ દેવી ચમત્કાર નથી, તેમાં કાંઈ આશ્ચર્યકારક ઘટના પણ નથી. કારણ સાદું અને સહજ છે કે જેનદર્શન તત્વજ્ઞાનશાસ્ત્ર છે અને ઇતર દર્શન વિજ્ઞાનશાસ્ત્રો છે. એટલે એ બંનેને વ્યાપ્ય વ્યાપકભાવ હોય જ એ સ્વાભાવિક છે. ઈત્યાદિ ઉલેખ તેમના ગ્રંથમાં છે અને આગળ પણ પોતે જણાવે છે કે “ગ્ય પાત્રોને શાસ્ત્ર-રહસ્ય ન આપનાર અને અગ્ય પાત્રોને રહસ્ય આપનાર એ બને ય આચાર્યો પ્રાયશ્ચિત્તના ભાગી છે. ”
શંકરાચાર્ય જેવી સમર્થ વિદ્વાન વ્યક્તિને પણ જૈનદર્શન સમજવાની-જાણવાની બરાબર સગવડ ન મળવાથી જેનોને અમાન્ય વસ્તુઓ પણ પોતે માન્ય તરીકે લખી નાખી છે ને પછી તેનું ખંડન કરવા તત્પર થયા છે. નજીવી અને સામાન્ય બાબતોમાં ભૂલ ખાધી છે. તેનું કારણ તેમને વસ્તુસ્થિતિ જાણવાની સગવડ જ ન મળી શકી હોય એમ લાગે છે.
[ આ. પ્ર પૃ. ૩૦, પૃ. ૨૮૯. ]