________________
શ્રી કપૂરવિજી
[ ૭૪ ] દારિદ્રચ-દરિદ્રતા ક્યાં ક્યાં પાષાય અને વૃદ્ધિ પામે ? ૧. જ્યાં જૂગાર રમાતુ હાય છે કે સટ્ટાબાજી ખેલાતી હાય. ૨. જ્યાં સ્વજન-કુટુબીઓ સાથે વિરાધ રખાતા હાય. ૩. જ્યાં ધાતુવાદના છંદ લાગ્યે હાય, તેમાં અઢળક ધન ખર્ચાતું હાય.
૪. જ્યાં નિરુદ્યમીપણું પ્રિય હાય, ને હાડકાં હુરામનાં થયાં હાય.
૫. જ્યાં આવક-જાવકના હિસાબ જ રખાતા ન હાય એટલે આગળપાછળને વિચાર કર્યાં વગર નકામા ખ કરી ભારે થવાતુ હાય, બાપ-દાદાની કીર્તિ ને આબરુની ધૂનમાં તણાઈ જઈ, ભવિષ્યના વિચાર કર્યા વગર ખરાબ થવાતું હાય, બાહ્યાડબરમાં પડી જઇ, ગજા વગર ખેચાતુ હાય ત્યાં અંતે પેાલ ઊઘાડી પડી જાય છે, ભરમ ખુલ્લા પડે છે ત્યારે પેાતાની ભારે હલકાઇ-નિંદા થવા માંડે છે, એટલે પોતાના પશ્ચાત્તાપના પાર રહેતા નથી. વળી લેણદારાને માટે રહેવું ઘણું મુશ્કેલ થઇ પડે છે. એટલે વ્યાપારવણજ ભાંગી–અટકી પડવાથી કુટુ નિર્વાહ કે જીવનનિર્વાહનાં પણ સાંસાં પડે છે અને છેવટે નાદારી નોંધાવવા જેવા વખત આવે છે. આ રીતે અવિચારી-અવિવેકી વર્તનવડે પેાતાની મેળે પાયમાલી વ્હારી લેવામાં આવે છે. તેવે સ્થળે દરિદ્રતાને સહેજે સ્થાન મળે છે. તેનાથી બચવા ઇચ્છનારા તે તે દેષથી વિરમી, ચેતીને ચાલે-ચાલતાં શિખે.
[ આ. પ્ર. પુ. ૨૮, પૃ. ૧૪.