________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૯૫ ] યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. ૧. વિકાસ પામતા રહે અથવા ક્ષીણ થતા ચાલે એ કુદરતને મુદ્રાલેખ છે, અને એ સૃષ્ટિની પ્રત્યેક વસ્તુ પર લખેલે છે.
૨. આપણું શાશ્વત-ચિરસ્થાયી તારુણ્ય આપણા મનમાં જ રહેલું છે, બીજે નહીં.
૩. માણસનું મન સંમતિ આપે નહીં ત્યાં સુધી તેને ચહેરો ઘરડે થઈ શકતે નથી, કેમકે શરીર એ મનને દોરેલે નક છે.
૪. પ્રતિકૂળ સંગો વચ્ચે મનમાં ચિંતા પેદા થવાથી શરીર ઉપર તેની વધારે ખરાબ અસર થવા પામે છે. - પ. ગમે તેવા સંજોગોમાં મન ઉપર ખરાબ અસર થવા ન પામે એવું મન સહજ ટેવાઈ-કેળવાઈ ગયું હોય તે શરીરસ્વસ્થતા ટકી રહે છે–બગડતી નથી.
૬. તમે માત્ર પચાસ વર્ષના થયા છે તે સમયે પૂર્ણ નિરોગી કાયાવાળા બની રહે તે તમે તરુણાવસ્થામાં હોવા જોઈએ.
૭. ઘેળા વાળ, ચામડીમાં કરચલીઓ ઈત્યાદિક ઘડપણનાં ચિહ્નોને યુવાવસ્થા સાથે કશો સંબંધ નથી. બુદ્ધિ, શક્તિ, સંદર્ય અને સદ્દગુણની વૃદ્ધિ તથા દઢતા થવી એ જ મેટી ઉમરનાં ચિહ્નો હોવાં જોઈએ. નિર્બળતા, નિપગિતા અને વળિયાં, પળિયાં એનાં લક્ષણ હેવાં જોઈએ નહીં.
૮. ઘડપણને વિચાર કરવાની ટેવ પાડવી જેટલી સહેલી છે તેટલી જ તારુણ્યનો વિચાર કરવાની આદત પાડવી સહેલી છે.