________________
[ ૯૪ ]
શ્રી કપૂરવિજયજી માટે કેટલે બધે અવકાશ અને છૂટ રહે છે તે જોઈને આપણને કુતુહળ થાય છે.
૧૧. અજેય ઈચ્છાને ઊગેલે તારો કેવો ગંભીર, નિશ્ચયી અને નિશ્ચળ છે ?
૧૨. ગમે તેવા દુદખદાયક સંગે પણ દઢ ઈચ્છાને સદાકાળને માટે દબાવી રાખી શકશે નહીં.
૧૩. નિશ્ચયવાન માણસને જગત હમેશાં રસ્તે કરી જ આપે છે. દેખીતી અશક્યતામાં પણ ઈચ્છાશકિત માગ કરી લે છે.
૧૪. માણસમાં બુદ્ધિને કે શક્તિને અભાવ નથી, પરંતુ ઉદ્દેશ અને પરિશ્રમ કરવાની ઈચ્છાને જ અભાવ (જણાય) છે. ૧૫. દઢ નિશ્ચય એ જ સાચામાં સાચું ડહાપણ છે.
[ આ. પ્ર. પુ. ૩૦, પૃ. ૨૫૭. ] જુદા જુદા પ્રકારનું વાંચન માણસને કેવાં બનાવે છે?
થોડાંક પણ તત્ત્વજ્ઞાનનાં અને આધ્યાત્મિક ગ્રંથે રમે રોમ વ્યાપી, ચારિત્રમાં ઊતરે ત્યાં સુધી પ્રયત્ન, કાળજી અને મનનપૂર્વક વાંચ્યા કરવા જેવા હોય છે. વાંચન મનુષ્યને સંપૂર્ણ બનાવે છે. લેખન તેને ચોક્કસ બનાવે છે. કવિતા તેને રસિક બનાવે છે. તત્વજ્ઞાન ઊંડી બુદ્ધિવાળો બનાવે છે. વાતચીત તેને તૈયાર કરે છે. ઈતિહાસ તેને ડાહ્યો બનાવે છે. નીતિશાસ્ત્ર તેને ગંભીર બનાવે છે. ન્યાય અને અલંકારશાસ્ત્ર વાદવિવાદની શક્તિ આપે છે.
[ આ. પ્ર. પુ. ૩૦, પૃ. ૨૫૮]