________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૯૩ ] ઈચ્છા અને માર્ગ ૧. દઢ ઈચ્છાથી માર્ગ અવશ્ય મળવાને. ૨. કાં તે હું માર્ગ શોધી કાઢીશ અને કાં તે તેને બતાવીશ. ૩. દઢ ઈચ્છા કરી શકનારને માટે કેઈપણ કાર્ય અશકય નથી.
૪. એક મજબૂત અંતઃકરણની દઢ ઈચ્છા હજારો માણસોને થર થર ધ્રુજાવી મૂકે છે. એક સુકલકડી ઠીંગુજી પોતાની દઢ ઈચ્છાથી સઘળી બાજી ફેરવી નાંખે છે ને ધાર્યું કામ કરી શકે છે.
૫. જે માણસ એમ ધારે છે કે અમે અમુક કાર્ય કરવાને શક્તિમાન છીએ તેઓ જ તે કાર્ય કરી શકે છે. ચારિત્રબળ એ સંપૂર્ણ વિકાસ પામેલી ઈચ્છા જ છે.
૬. ઈચ્છાશક્તિનો વિકાસ કરે એ આપણા જીવનને ઉદ્દેશ છે. દઢ નિશ્ચય ધરાવનાર માણસને માટે આ જગતમાં સમય અને તક છે, છે ને છે જ.
૭. અડગ નિશ્ચય અને સત્યમાર્ગનું અવલંબન એ જગતને હલાવી (આકષી) નાખનાર શકિતઓ છે.
૮. ઝળકતી કારકીર્દિવાળા promising તરુણના શબ્દકોષમાં નિષ્ફળતા જે કોઈ શબ્દ જ હોતો નથી.
૯. નિરંતર આગળ ધપવાની ટેવ અને શ્રદ્ધા એ સઘળી મુશ્કેલીઓને હંફાવી નાંખે છે.
૧૦ જ્યારે એક દઢ નિશ્ચયવાન માણસ જાહેરમાં આવે છે ત્યારે તેની આસપાસની જગ્યા કેવી સાફ થાય છે અને તેને