________________
[ ૯૨ ]
શ્રી કરવિજયજી ખાસ કરીને તમારા મિત્ર-સ્વજનના લેણદાર કે દેણદાર ન બને; નહીં તો કદાચ તમારે મિત્રતા અને પૈસો બને ગુમાવવા પડશે.
પર. કસોટી કર્યા વગર કેઈને વિશ્વાસ કરશે તે તમારે પસ્તાવું પડશે. સચ્ચાઈની કસોટી કર્યા પહેલાં કેઈમાં વિશ્વાસ મૂકે નહીં.
૫૩. મિત્રની પસંદગીમાં ખાસ કરીને એ બાબતની કાળજી રાખે.
૫૪. જાહોજલાલી મિત્રો મેળવે છે અને મુશ્કેલી તેની કટી કરે છે. જે ખરું હિત ઈચ્છતા જ હો તે સાચા મિત્રને શોધી તેને જ ખૂબ આદર કરો, જેથી બને ભવ સુધરી શકે
૫૫. એક સ્વાર્થ-મિત્ર હોય છે અને બીજા નિ:સ્વાર્થમિત્ર હોઈ શકે છે, તેને ભેદ સમજી તેને યોગ્ય આદર કરે.
પદ. ગો અને પન્નગ( ગાય અને સાપ)ની પેઠે પાત્રાપાત્રનો વિવેક કરવા ગ્ય છે. ગાયને ખવરાવવામાં આવતાં ઘાસમાત્રમાંથી અમૃતસમું દૂધ નીપજે છે અને સાપને પાવામાં આવતાં દૂધમાંથી વિષ-ઝેર પેદા થાય છે. પાત્રાપાત્રમાં કેટલે બધે અંતર-તફાવત છે ?
૫૭. અજ્ઞાનવશ એવા કોઈને તેની પ્રકૃતિ કે નબળાઈને માટે ખીજવશે નહીં. આપણે તેને સારું દષ્ટાંત બતાવવું અને ખરો માર્ગ બતાવ.
૫૮. જે સદગુણ આપણે જીવનમાં ઉતાર્યો હોય તે સંબંધી સામાને સચોટ સમજાવી છાપ પાડી શકાય છે.
[ આ. પ્ર. પુ. ૩૦, પૃ. ૨૨૬. ]