________________
[ ૮૬ ]
શ્રી કરવિજયજી નીતિ બેધ-વચને. ૧. “નીતિ એ ધર્મની પરિચારિકા છે.” ધર્મની પહેલાં નીતિ હેવી જ જોઈએ. માણસે પિતાના સાધ્યને સિદ્ધ કરવા માટે કોઈ પણ દિવસ નીતિથી–નીતિના માર્ગથી ચુત થવું ન જોઈએ.
૨. તમે તમારી સમક્ષ ઉચ્ચ અને પૂર્ણ આદર્શ રાખે. ૩. દરેક કાર્ય કરે તેમાં તમારો આશય શુદ્ધ રાખે.
૪. “ કુદતા પહેલા આગળ દૃષ્ટિ કરો” કોઈ પણ કાર્ય શરૂ કરો તે પહેલાં તેને બરાબર વિચાર કરો.
૫. આરંભેલું કામ વચમાં આવતી મુશ્કેલીઓને લીધે છેડે નહિ. ગુલાબનાં ફૂલને કાંટા હોય છે, જેથી તમારા પ્રયાસમાં પાછાં નહીં હઠતાં કાંટાને દૂર કરે, મુશ્કેલીઓને વટાવો અને તમારે માર્ગ ચેખે કરો. (શૂરવીર–સજજનનું એ લક્ષણ છે.)
૬. “જે પોતાને મદદ કરે છે તેને જ દેવ મદદ કરે છે.” કઈ દિવસ બીજાના ઉપર આધાર ન રાખો. તમારી શક્તિમાં પૂર્ણ વિશ્વાસ રાખો અને ત્યારબાદ તમારા કાર્ય કરો.
૭. આશાવાદી બને, કદિ પણ નિરાશ ન થાઓ. એમ માનીને કે “જે કાંઈ થાય તે સારા માટે.”
૮. તમારા વ્યવહારમાં હમેશાં પ્રમાણિક બને, કદાપિ અર્ધા દિલના ન બને. તમારી શક્તિ એગ્ય માર્ગે દોરે.