________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૮૯ ] ૨૬. આવતી કાલને વાયદે છેડે નહીં, જે સારું કામ આજે જ કરવું જોઈએ તે કાલ ઉપર ન રાખે. વચમાં રાત્રિયોગે કદાચ તમારા વિચાર બદલાઈ જાય.
૨૭. તમે બીજા તરફથી જેની આશા રાખો તે જ પ્રમાણે બીજા તરફ તમે વર્તે. સહુને અનુકૂળ થઈને ચાલવાનું પસંદ કરો.
૨૮. દરેક માણસને બંધુરૂપ–ભાઈ સમાન સમજે. તેને માટે તમારાથી બનતું કરે. એક બીજાને મદદ કરવી એ આપણી ફરજ છે.
૨૯. સાચું સુખ દરેકને સ્વસમાન ગણવામાં જ અને બીજાનું ભલું કરવામાં જ સમાયેલું છે. જે એમ ન થઈ શકે તે જીવનની સાર્થકતા શી ?
૩૦. જિંદગી માત્ર ક્ષણિક સુખવિલાસ માટે નથી, પણ ઘણે ઉચ્ચ ઉદ્દેશ-જીવનઉદેશ સિદ્ધ કરવા માટે છે.
૩૧. સમય બરબાદ ન કરે. જે સમય ગુમાવશે તે ફરી આવશે નહીં.
૩૨. દરેક જણ પાસેથી કાંઈક પણ સદગુણ ગ્રહણ કરવાને પ્રયાસ કરો, તેની ભૂલે-ખામીઓ તરફ ન જુઓ. તેની ઊજળી બાજુ જુઓ. દરેક ચીજ આપણને શિખામણ લેતાં આવડે તે આપી રહી છે.
૩૩. દરેક કામમાં આસ્તા રાખ-રાખતાં શિખે.