SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૫ : [ ૮૯ ] ૨૬. આવતી કાલને વાયદે છેડે નહીં, જે સારું કામ આજે જ કરવું જોઈએ તે કાલ ઉપર ન રાખે. વચમાં રાત્રિયોગે કદાચ તમારા વિચાર બદલાઈ જાય. ૨૭. તમે બીજા તરફથી જેની આશા રાખો તે જ પ્રમાણે બીજા તરફ તમે વર્તે. સહુને અનુકૂળ થઈને ચાલવાનું પસંદ કરો. ૨૮. દરેક માણસને બંધુરૂપ–ભાઈ સમાન સમજે. તેને માટે તમારાથી બનતું કરે. એક બીજાને મદદ કરવી એ આપણી ફરજ છે. ૨૯. સાચું સુખ દરેકને સ્વસમાન ગણવામાં જ અને બીજાનું ભલું કરવામાં જ સમાયેલું છે. જે એમ ન થઈ શકે તે જીવનની સાર્થકતા શી ? ૩૦. જિંદગી માત્ર ક્ષણિક સુખવિલાસ માટે નથી, પણ ઘણે ઉચ્ચ ઉદ્દેશ-જીવનઉદેશ સિદ્ધ કરવા માટે છે. ૩૧. સમય બરબાદ ન કરે. જે સમય ગુમાવશે તે ફરી આવશે નહીં. ૩૨. દરેક જણ પાસેથી કાંઈક પણ સદગુણ ગ્રહણ કરવાને પ્રયાસ કરો, તેની ભૂલે-ખામીઓ તરફ ન જુઓ. તેની ઊજળી બાજુ જુઓ. દરેક ચીજ આપણને શિખામણ લેતાં આવડે તે આપી રહી છે. ૩૩. દરેક કામમાં આસ્તા રાખ-રાખતાં શિખે.
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy