________________
[ ૮૦ ]
શ્રી કપૂરવિજયજી ૧૯પરવસ્તુની અપેક્ષાવાળી પરાધીનતા તજી દઈને જ્યારે ચિત્ત અનુભવ સામ્રાજ્યને જ સ્વાધીન કરવા ઈચ્છશે ત્યારે જ તેને પરમસુખ પ્રાપ્ત થશે.
૨૦. સુષુપ્તિ ( નિદ્રા ), સ્વપ્ન અને જાગૃત એ ત્રણે અવસ્થાને ઉલ્લંઘી જ્યારે તારું ચિત્ત ઉજાગર દશારૂપ ચોથી અવસ્થાને અનુભવ લેશે ત્યારે જ તને પરમસુખ પ્રાપ્ત થશે.
[ આ. પ્ર. પુ. ૩૦, પૃ. ૫૬ ]
સંત-સમાગમ દુર્લભ છે ૧. શત્રુ અને મિત્ર વિષે, માન તથા અપમાન વિષે, લાભ અને અલાભ વિષે, તેમ જ માટીના ઢેફા અને સુવર્ણ વિષે જેની સમાન દષ્ટિ હોય છે, સમ્યક્ત્વની ભાવનાવડે જેના પરિણામ શુદ્ધ હોય છે, જે જ્ઞાન-વિદ્યાભ્યાસમાં સદા તત્પર હોય છે, જે ચારિત્રનું પાલન કરવામાં સદા સાવધાન હોય છે અને જેને અભિલાષા માત્ર એક મેક્ષસુખની જ હોય છે એવા ઉત્તમ આદર્શ— સાધુને સમાગમ પામી, જે તેને લાભ લઈ ન જ શકે તે દુર્ભાગી પ્રાણી મનુષ્ય જન્મના ઉત્તમ લાભને સર્વથા હારી જાય છે.
૨. શીતળ સદા સંત સુરપાદપ અર્થાત્ ઉત્તમ કલ્પવૃક્ષ સમા સંતપુરુષને સુભાગ્યે સમાગમ પામી તેને ઉત્તમ લાભ લેવા ચૂકવું નહીં.
૩. તેવા અમૃત દષ્ટિવાળા, કરુણાળુ સંતપુરુષે આપણામાં કંઈ એવી ગ્યતા દેખી આપણને એગ્ય માર્ગ બતાવે છે, તે પ્રમાણે સુશ્રદ્ધાથી ચાલતાં આપણે સહેજે સુખી થઈ શકીએ.