________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૮૩ ] ૪. “મનકા ફેરત જન્મ ગયો, ગયા ન મનકા ફેર;
કરકે મનને છોડકે, મનકે મનકે ફેર.” માળાના મણકા ફેરવતાં ફેરવતાં જન્મારો-જન્મ ગયે, પણ મનને ફેર–મનની ચંચળતા ન ગઈ માટે હાથમાં ફેરવવાની માળાના મણકા છોડીને મનના મણકાને ફેરવ. એટલે મનની ચંચળતા તજી દે જેથી મન શુદ્ધ થાય.
૫. “વંતિ: રથ ઉ ર ોતિ ઈનામ?” સંતપુરુષોની સત્સંગતિથી માણસને શું શું લાભ નથી મળતો? તાત્પર્ય કે સર્વ પ્રકારના લાભ મળે છે.
૬. “સત્સંગ સબનકે સાર” સર્વમાં સત્સંગ તે સાર વસ્તુ છે, એમ સમજી સત્સંગ કરે અને કુસંગ તજવો.
[ આ. પ્ર. પુ. ૩૦, પૃ. ૫૪]
પર્યુષણ પ્રસંગે ૧. સહુનું શુભ જ ચિંતવવું, શુભ જેઈને કે જાણીને રાજી થવું, બને તેટલું શુભ કરવા તત્પર રહેવું, જ્યાં શુભ થવાને અવકાશ જ ન હોય ત્યાં કેવળ ઉપેક્ષા યા માધ્યસ્થતા ધારણ કરી આત્મસુધારણા તરફ અધિક લક્ષ આપવું.
૨. કોઈએ જાણતા અજાણતાં આપણે અપરાધ કયો હોય તે મનમાં રોષ ન રાખો.–થયું ન થયું થતું નથી” એમ સમજી સમતા રાખવી.