________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૮૧ ] ૪. વિનય એ એક અજબ વશીકરણ છે. એથી એવા સંતજને પણ સુપ્રસન્ન થઈ જાય છે.
૫. વિનય વેરીને પણ વશ કરે છે, તો તેવા ઉપકારી સંત મહાત્માનું શું કહેવું ?
[ આ. પ્ર. પુ. ૨૮, પૃ. ૧૨૧ ]
સુપાત્ર લક્ષણ ૧. જેઓ મન, વચન અને કાયાના સંયમવડે ઉત્તમ ધ્યાન કરવામાં તત્પર હોય, સદાચારનું આચરણ કરનાર હોય, જ્ઞાનની સંપદાથી યુક્ત હાય, તથા સર્વ પ્રાણુ વર્ગ ઉપર કરુણવંત હોય તે સુપાત્ર કહેવાય છે.
૨. તેમ જ જેઓ વૈર્યભાવનાવડે યુક્ત હોય, સત્વભાવના સહિત હોય અને તત્વજ્ઞાનમાં જ ચિત્તને સ્થાપનારા હોય તેવા ઉત્તમ પુરુષે જ દાતારને સુપાત્રરૂપ છે.
૩. સુપાત્રરૂપ મહાપુરુષ ધર્યભાવનાવડે દુ:ખને નાશ કરે છે, તત્વભાવનાવડે ભવ-ભ્રમણને નાશ કરે છે અને જ્ઞાનભાવનાવડે કર્મને નાશ કરે છે.
૪. જેઓ સમતાને વિષે જ આગ્રહી છે, કર્મ–શત્રુઓ સાથે જ જેઓ યુદ્ધ કરે છે અને વિષયસુખની ઈચ્છા પણ જેઓ રાખતા નથી તે ઉત્તમ યતિ–સાધુઓ જ સુપાત્ર છે.
૫. જેઓ સર્વ સંગ રહિત છતાં સદાચારના સંગવાળા