________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૭૯ ] ૧૩. ચંદનને વિષે સુગંધની જેમ તારા ચિત્તને વિષે જ્યારે ધર્મ સદાકાળ એક સરખી રીતે પરિણમશે ત્યારે જ તને પરમસુખની પ્રાપ્તિ થશે.
૧૪. શીત, તાપાદિક ભવડે જ્યારે ચિત્તની લગારે લાગણી દુખાશે નહિ અને સર્વ સાધક–બાધક ભાવોને એક સરખી રીતે રહી શકે એવી અભેદવૃત્તિ થશે ત્યારે જ તને પરમસુખ પ્રાપ્ત થશે.
૧૫. જ્યારે તારું ચિત્ત અનાદિ વાસનારૂપ વાયરાવડે જ્ઞાન માત્રના આસ્વાદનથકી અન્ય સ્થળે દેરાઈ નહીં જાય, પરંતુ કેવળજ્ઞાનના રસમાં જ મગ્ન બન્યું રહેશે ત્યારે જ તને પરમસુખ પ્રાપ્ત થશે.
૧૬. જ્યારે સમ્યગજ્ઞાનરૂપી નિર્મળ નીરવડે અને દુર્ધર વ્રતરૂપી તીક્ષણ ક્ષારવડે તારું ચિત્તરૂપી વસ્ત્ર સર્વ પાપરૂપી મળથી રહિત-શુદ્ધ થશે ત્યારે જ તને પરમસુખની પ્રાપ્તિ થશે.
૧૭. જ્યારે તારું ચિત્ત (તારો આત્મા) સંપૂર્ણ જ્ઞાનવડે જગતના નાના-મોટા સર્વ જીવોને સમદષ્ટિથી જોશે ત્યારે જ તને પરમસુખની પ્રાપ્તિ થશે.
૧૮. પાણીના પરપોટા જેવા (ક્ષણિક ) સર્વ સાંસારિક ભાવોને સંહરીને (સમેટીને) ચિત્ત જ્યારે આત્મઉદધિમાં (સાગર-રત્નાકર મધ્યે) સ્થિતિવાળું થશે, અર્થાત્ જ્યારે ચિત્ત સર્વ સાંસારિક પદાર્થો ઉપરથી સર્વથા વિરક્ત–ઉદાસીન બની પરમશાંતિના સ્થાનરૂપ આમામાં જ સ્થિત થશે ત્યારે જ તને પરમસુખ પ્રાપ્ત થશે.