________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૬૩ ] વસ્ત્રનાં જુદા જુદા પર્યાય છે તેમ શરીર આશ્રયી જાણવું. ચેતનદ્રવ્ય તે અખંડ ગમે તે ગતિમાં કે સ્થિતિમાં જેવું ને તેવું બન્યું બન્યું રહે છે, એમ સમજનારા જ્ઞાની પુરુષે આ અદ્ભુત નાટક નિજ-નજરે જોતાં છતાં તેમાં મુંઝાયા વગર, નિર્મળ જ્ઞાન-દર્શન–ચારિત્રમય નિજ સ્વરૂપનું અવલંબન કરીને રહે છે.
૫. થોડું પણ તત્ત્વજ્ઞાન-આત્મજ્ઞાન પ્રગટયું હોય તે આત્મશ્રદ્ધા-પ્રતીતિ યુક્ત હે આત્માને ઉદ્ધાર કરવા સમર્થ બને છે. સચારિત્રના બળથી સર્વ કર્મ કટકને છિન્નભિન્ન કરીને આત્મા અવિનાશી મોક્ષપદને પામે છે.
૬. નિજ ચેતનને જાગૃત કરે એવું એક પણ તત્ત્વવચન કલ્યાણકારી છે, તેવાં જ તત્વવચન અધિક અભ્યાસાય તેમ અધિક લાભ છે. બાહ્ય આડંબરી જ્ઞાનથી કશું વળતું કે વળવાનું નથી. અને કાચ તે કાચ જ અને હીરો તે હરે જ છે.
૭. પિતાની ભૂલ પોતે જ જઈને સુધારી શકે અને બનતાં સુધી તે ભૂલ થવા ન દે, એવું આત્મશાસન કરવા સામર્થ્ય ન પ્રગટે ત્યાં સુધી સન્માર્ગદાતા અને ત્રાતા ગુરુના ચરણથી વેગળા રહેવામાં હિત નથી જ, છતાં જેઓ છૂટા પડી સ્વચ્છ ચાલવા મન કરે છે અને ચાલે છે તેમના વાડામાંથી પાડું એકની જેમ” ભૂંડા હાલ થાય છે.
૮. આત્મજ્ઞાનરૂપ ચક્ષુ વગરના છ ચડાય તો સાધુ હોય કે ગૃહસ્થ હોય, તેનાથી પગલે પગલે ખલન થાય, અતિચારાદિક દોષ લાગે, વિયષવિકાર જાગે, કષાયનું જેર તેવાં નિમિત્ત મળતાં વધે, માદક પદાર્થ સેવવા મન થાય, નિદ્રાઆલસ્યની વૃદ્ધિ થાય અને વિકથા કરવામાં કે સાંભળવામાં રસ