________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૬૧ ] ૬. પ્રમાદ સમાન કોઈ દુશમન નથી અને સદુદ્યમ સમાન કેઈ હિતમિત્ર નથી. એ પ્રમાદ ઘણા પ્રકાર છે.
મદ-માદક પદાર્થનું સેવન કરવું, વિષયસુખમાં આસક્ત બની રહેવું, ક્રોધાદિક કષાયને વશ થવું, નિદ્રા-આળસ વધારવાં, નકામી કુથલી કરવી, મેહ, મિથ્યાત્વ અને અજ્ઞાનવશ થઈ રહેવું, ટૂંકાણમાં પરમ કરુણાળુ સર્વજ્ઞ પ્રભુનાં હિતવચનને અવગણું સ્વછંદ વર્તન કરવું તેનું નામ પ્રમાદ. એ જ જીવને મોટામાં મોટો શત્રુ છે.
૭. પ્રબળ પુરુષાર્થ વગર પ્રમાદ–શત્રુને પરાભવ થઈ શકે નહિ. પ્રમાદને પરાજય કરવા ઈચ્છનારે તેવા નિઃસ્વાથી જ્ઞાની ગુરુનું શરણ લઈ, અનન્ય શ્રદ્ધા-વિશ્વાસ રાખી, વિનય બહુમાનપૂર્વક તેમની સેવા, ભક્તિ કરી, સ્વહિતાહિત સારી રીતે સમજી લેવાં. પછી અહિતને તજી કાળજીથી હિતાચરણ સેવવું.
૮. ગૃહસ્થ શ્રાવકોએ ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગને પૂર્વાપર વિરોધ રહિત સેવવા જોઈએ. એટલે કે ધર્મનું રક્ષણ થાય તેમ અર્થ અને કામનું સેવન કરવું, પણ ધર્મની ઉપેક્ષા કરીને અર્થ, કામની સેવા કરવી નહિ. તેમ જ અર્થને હાનિ ન પહોંચે, તેની રક્ષા થાય તેવી રીતે જ વિવેકથી કામનું સેવન કરવું, પણ અર્થની ઉપેક્ષા કરીને કે હાનિ પહોંચે તેમ અવિચારીપણે વિવેક રહિત વિષયાંધ બનવું નહિ.
૯ મુનિજને તો મોક્ષનું જ નિશાન રાખી સકળ સંયમકરણ કરે, સર્વ જીવને નિજાત્મા સમાન સમજી તન, મન, વચનથી તેમની રક્ષા કરે, તેમને યથાયોગ્ય હિતમાર્ગ બતાવી