________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૫૯ ] નથી. મેહઘેલા વિકળ જને જ ક્ષણમાં રૂછ અને ક્ષણમાં તુષ્ટ થતાં હાંસીપાત્ર બને છે.
૯. સર્વત્ર સમભાવ રાખનારા મહામુનિઓ શત્રુ કે મિત્ર, તૃણ કે સ્ત્રી, સુવર્ણ કે પથ્થર, મણિ કે માટી અને મેક્ષ કે સંસારમાં ભેદ-વિશેષ લેખતા નથી.
૧૦. એવા નિઃસ્પૃહી મહાત્માઓને માનાપમાન કે નિંદાસ્તુતિમાં વ્યગ્રતા-વિષમતા થતી નથી–તેમનું મન ઊંચું નીચું ન થતાં સમતલ રહી શકે છે.
૧૧. તેવા સંતપુરુષો ચંદ્ર જેવી શીતળતા વરસાવનારા, સાગર જેવી ગંભીરતા રાખનારા અને ભારડ પક્ષીની જેમ પ્રમાદને પરિહરી સદા ય સંયમમાર્ગમાં સાવધાન રહેનારા હોય છે. વળી તેઓ કમળની જેમ રાગ-દ્વેષથી નિલેપ રહે છે, તેમાં લેપાઈ-રંગાઈ જતા નથી. આવા મુનીશ્વરો સંયમરૂપી નાવવડે આ સંસાર-સાગરને જલદી તરી જાય છે, એટલું જ નહિ પણ અનેક ભવ્ય જનને, આ ભયંકર જન્મમરણના દુ:ખરૂપ જળથી ભરેલ ભવસાગરને તરી જવામાં સહાયભૂત થાય છે.
૧૨. ઉક્ત ઉત્તમ સાધુજનેનું અનન્યભાવે શરણ ગ્રહણ કરી યથાશક્તિ ઈન્દ્રિયદમન કરનારા, ક્રોધાદિક ચારે કષાયને નિગ્રહ-નિરોધ કરનારા, હિંસાદિક પાપસ્થાનકને તજી દયા સત્યાદિકનું યથાવિધિ પાલન કરનારા અને મન, વચન, કાયાને બને તેટલે સાવધાનપણે સદુપયેાગ કરનારા ગૃહસ્થ જન (સ્ત્રી પુરુષો) પણ યથાયોગ્ય સંયમના પ્રભાવે (સપાત્ર હાઈને ) ધીમે ધીમે પણ ચોક્કસ પરમાનંદપદના અધિકારી થઈ શકે છે.
( આ. પ્ર. પુ ૧૭, પૃ. પર.),