________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૫૭ ] ૨૫. કામથી કુળ ઓળખાય છે. વચન ઉપરથી પણ તેની પરીક્ષા થઈ શકે છે.
ર૬. પ્રેમ એ વશીકરણ છે. જેમાં જેટલી ઉદારતા તેટલું જ તે આપી શકે છે.
૨૭ ઉત્તમ જનેની વિભૂતિ-સંપદા પરોપકાર નિમિત્તે જ હોય છે.
૨૮. પ્રકૃતિ–સ્વભાવને ઓળખી સામા સાથે મળવું એ જ સાચો મેળાપ લેખી શકાય.
ર૯. દૂધ ને જળની પેઠે સુખદુઃખમાં સમભાગી થતું રહે તેને જ ખરે મિત્ર જાણ.
૩૦. સ્વાર્થની જાળ સર્વત્ર પ્રસરેલી છે. શુદ્ધ ધર્મ જ એક નિસ્વાર્થ મિત્ર છે.
૩૧. શુદ્ધ ધર્મ-મિત્રને પામીને જ પરમાનંદ મોક્ષસુખ ૫માય છે.
( આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૨૬૨ )
હિતવચનમાળા ૧. એક વખત પિતાની ઉપર કરેલા ઉપકારના સ્મરણથી કૃતજ્ઞતાવડે સજજન હોય તે સામા(ઉપકારી)એ કરેલા સેંકડે અપરાધને સહે છે-દરગુજર કરે છે, જ્યારે નીચ-દુર્જન, સેંકડો ઉપકાર કરનારને પણ રુડે બદલો વાળવો તે દૂર રહે પણ ઊલટે અપકાર કરવા ચૂક્તિ નથી. ઉપકારીનું પણ અહિત જ કરે છે.