SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૫ : [ ૫૭ ] ૨૫. કામથી કુળ ઓળખાય છે. વચન ઉપરથી પણ તેની પરીક્ષા થઈ શકે છે. ર૬. પ્રેમ એ વશીકરણ છે. જેમાં જેટલી ઉદારતા તેટલું જ તે આપી શકે છે. ૨૭ ઉત્તમ જનેની વિભૂતિ-સંપદા પરોપકાર નિમિત્તે જ હોય છે. ૨૮. પ્રકૃતિ–સ્વભાવને ઓળખી સામા સાથે મળવું એ જ સાચો મેળાપ લેખી શકાય. ર૯. દૂધ ને જળની પેઠે સુખદુઃખમાં સમભાગી થતું રહે તેને જ ખરે મિત્ર જાણ. ૩૦. સ્વાર્થની જાળ સર્વત્ર પ્રસરેલી છે. શુદ્ધ ધર્મ જ એક નિસ્વાર્થ મિત્ર છે. ૩૧. શુદ્ધ ધર્મ-મિત્રને પામીને જ પરમાનંદ મોક્ષસુખ ૫માય છે. ( આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૨૬૨ ) હિતવચનમાળા ૧. એક વખત પિતાની ઉપર કરેલા ઉપકારના સ્મરણથી કૃતજ્ઞતાવડે સજજન હોય તે સામા(ઉપકારી)એ કરેલા સેંકડે અપરાધને સહે છે-દરગુજર કરે છે, જ્યારે નીચ-દુર્જન, સેંકડો ઉપકાર કરનારને પણ રુડે બદલો વાળવો તે દૂર રહે પણ ઊલટે અપકાર કરવા ચૂક્તિ નથી. ઉપકારીનું પણ અહિત જ કરે છે.
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy