SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૮] શ્રી કપૂરવિજયજી ૨. જે રાજાના વૈદ્ય, ગુરુ અને મંત્રી મીઠાબોલા-ખુશામતીઆ હોય છે તેનાં શરીર, ધર્મ અને ભંડારને નાશ થાય છે. ૩. જે જેમાં રક્ત હોય તેમાં તે ગુણ જ દેખે છે અને જેથી વિરક્ત હોય તેમાં દોષ જ દેખે છે. જે નિષ્પક્ષ-મધ્યસ્થ હોય તે જ યથાસ્થિત ગુણ તથા દેષ દેખી–જાણી શકે છે. ૪. અતિ ઉગ્ર પુન્ય અને પાપનું ફળ જીવને અહિં જ પ્રાપ્ત થાય છે. જે જેવું કામ કરે છે તે તેવું તેનું શુભાશુભ ફળ પામે છે. ૫. જેણે પરમાનંદ ( સ્વાભાવિક આનંદ ) જાણ્યો નથી તેવો અજ્ઞાન જીવ જ ક્ષણિક અને અસાર વિષયસુખને સારભૂત અને રમણિક લેખે છે. જેણે કયાંય પણ ઘી જોયું-આસ્વાદું નથી તે જ બાપડા તેલને પ્રિય લેખે છે અને ઘી બદલે તેલ ખાય છે. ૬. જેમણે નિર્મળ જળવાળાં માન સરોવરમાં લાંબો વખત કીડા કરી હોય તે હંસ જેમ સેવાળથી ભરેલા ખાઈના કલુષિત જળમાં ન જ રાચે, તેમ પરમાનંદનો અનુભવ કરનારા ઉત્તમ વિવેકીજનને ક્ષણિક અને અશુચિય વિષયસુખમાં પ્રીતિ ન જ થાય. ૭. શિષ્ય, મિત્ર, ચાકર, પુત્ર અને સ્ત્રી પ્રત્યે અતિ આક્રોશ –તર્જના-તાડનાદિકને પ્રયોગ કરવો નહિ, કેમકે તેમ કરવાથી, જેમ દહીંને અતિ ઘણું મસળવાથી ( વવવાથી ) માખણ જુદું પડે છે તેમ તેમનાં અંતરમાં રહેલે ને દૂર થઈ જાય છે. ૮. ક્ષણમોહ-નિર્મોહી મહાત્માઓ રોષ, તોષને વશ થતા
SR No.022879
Book TitleLekh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1941
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy