________________
લેખ સંગ્રહ : ૫ :
[ ૬૫ ] ૧૬. અનંત જ્ઞાનાદિક ઐશ્વર્ય પ્રાતને આ જગતના વિવિધ ખેલ ઈન્દ્રજાળ જેવા અથવા બાજીગરની બાજી જેવા અસાર લાગે છે.
૧૭. આત્માની જ્ઞાનાદિક ઋદ્ધિ જાતિવંત રત્નની તિ જેવી કાયમ રહે એવી છે, જ્યારે જડ-દ્રવ્યાદિક અદ્ધિ માગી લાવેલાં ઘરેણું જેવી અસ્થિર છે. પુનેગે પ્રાપ્ત થયેલી દ્રવ્ય, સંપત્તિ સાંગિક હેવાથી અમુક અવધિએ અવશ્ય તેને વિયેગ થાય છે જ, એમ ચોક્કસ સમજી શકનારા તેમાં નહિં મુંઝાતાં આત્માની સ્વાભાવિક જ્ઞાનાદિક ત્રાદ્ધિને પ્રાપ્ત કરી લેવા આદર કરે છે.
૧૮. દ્રવ્યસંપત્તિ પેદા કરતાં અને તેને સાચવતાં અનેક જાતના સંકલ્પવિકલ્પ ઊઠે છે, ત્યારે સત્ય જ્ઞાનાદિક ઋદ્ધિ પ્રાપ્ત થતાં તે સર્વે જોતજોતામાં વિલય પામી જાય છે. સંકલ્પ વિકલ્પની પરંપરાથી અસ્થિરતા-અશાન્તિ ઉપજે છે, જ્યારે નિર્વિકલ્પપણાથી ખરી સ્થિરતા–શાન્તિ પ્રગટે છે અને તે કાયમ બની રહે છે. સમતારૂપ સામાયિકનો દૃઢ અભ્યાસ રાખવાથી અનુક્રમે આત્મશાન્તિમાં વધારો જ થાય છે. તેને અનાદર કરી અનેક પ્રકારની પ્રાપંચિક ઉપાધિઓને આદર કરવાથી તે ખરી શાન્તિથી વિમુખ થવાય છે.
૧૯. ખરી જ્ઞાનદૃષ્ટિ જાગૃત થતાં દુષ્ટ તૃષ્ણનું જોર પણ નરમ પડી જાય છે, પછી જેની તેની પાસે દીનતા કરવાની ગરજ રહેતી નથી.
૨૦. તૃષ્ણાતુર, કૃપણ જન જેની દિનરાત અભિલાષા કર્યા કરે છે તેવી જડસંપત્તિ જ્ઞાની પુરુષને ખરેખર ઉપેક્ષા કરવા
ગ્ય છે. જ્ઞાનીઓ તેની ઉપેક્ષા કરે જ છે.