________________
[ ૬૬ ]
શ્રી કપૂરવિજયજી ૨૧. સત્ય સંતોષવડે વિષયતૃષ્ણાદિકને તજે છે તે ખરી શાન્તિને અનુભવે છે. ઈન્દ્રચક્રવર્યાદિક એવી શાંતિથી બેનસીબ રહે છે.
૨૨. વિષયતૃષ્ણાદિક દુષ્ટ વાસનાને વશ થઈ જતાં ગમે તેવા સાધુ-ગી-સંન્યાસી સહજ સ્વાભાવિક સુખથી ભ્રષ્ટ થઈ જાય છે.
૨૩. મૃગજળ જેવાં કપિત ક્ષણિક સુખ પુનઃ પુન: સેવવા છતાં સંતોષ વળતું નથી. આત્મસંતોષી સાધુ ઈન્દ્રથી પણ અધિક સુખી છે.
૨૪. આત્મા ઉપરના અજ્ઞાન, ભ્રાન્તિ, અવિશ્વાસાદિક વાદળાં વેરાઈ જાય છે ત્યારે જ તે તેને ખરા રૂપમાં પ્રકાશે છેઝળકી નીકળે છે.
[ આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૯૪. ]
દ્રવ્ય-ભાવ તીર્થસેવાનું અનુપમ ફળ. શત્રુંજય, ગિરનાર, અબુદાચળ, અષ્ટાપદ અને સમેતશિખરાદિક સ્થાવર તીર્થો લેખાય છે, જ્યારે ક્ષમા-દયાદિક અનેક ગુણોથી અલંકૃત થયેલા ઉત્તમ ગણધરાદિક સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ જંગમ તીર્થરૂપ કહેવાય છે.
ઉક્ત ઉભય તીર્થને સ્થાપનારા (પ્રવર્તાવનારા), અસાધારણ ગુણ-શક્તિને ધારણ કરનારા તીર્થંકરાદિ દેય છે ઉક્ત ઉભય તીર્થનું તેમ જ તીર્થકર ભગવાનનું યથાર્થભાવે સેવન