________________
[ ૬૪ ]
શ્રી કપૂરવિજયજી લાગે તેથી તેવાં દરેક દુ:ખદાયી પ્રસંગે દયાળુ સદ્દગુરુ વગર અને તેમની હિતશિક્ષા વગર તેનું કેણ નિવારણ કરે ? અહા ! સ્વછંદતા જ બધા અનર્થનું મૂળ છે.
૯. ઘણું ભણવાને આગ્રહ નથી પણ રાજહંસની જેમ સાર, વિવેગે થોડું પણ રુડું, કલ્યાણકારી ભણીગણીને આદરી લેવાય એટલે બસ. શુદ્ધ-નિર્મળ શીલ આચરણયુક્ત અને તેવા લક્ષસહિત આવેલું જીવન ભવસાગરથી પાર ઉતારનાર છે.
૧૦. જે જ્ઞાનથી આપણી મલિન વાસનાઓ-રાગ, દ્વેષ, કષાયાદિ પરિણામ દૂર થાય તે તત્વજ્ઞાન જ પ્રમાણ છે.
૧૧. સૂર્યોદય થતાં અંધકાર ટકી ન શકે તેમ સાચું આત્મજ્ઞાન પ્રગટ થયે રાગાદિક વિકાર પણ દૂર થાય જ.
૧૨. સંકુચિત મન વિશેષે “મારું, તારું” ગણે છે. જેમ જેમ ગુરુકૃપાથી અંતરમાં સત્ય જ્ઞાનને પ્રકાશ પડતાં રાગ, દ્વેષ, મમતાદિક વિકારે અકળાઈ જઈ મન મોટું થાય છે-હદય વિશાળ થાય છે તેમ તેમ અંતરમાં ઉદાર ભાવના કુરે છે, સાચી શ્રદ્ધા પ્રગટે છે અને ખેટ ભય દૂર થાય છે. તત્ત્વજ્ઞાનથી જ જીવન ઉદાર અને રસિક બનતું જાય છે.
૧૩. સસંગાદિક સાધન વડે સ્વજીવન ઉચ્ચ, ઉદાર, રસિક ને શ્રદ્ધાળુ બનાવવું એ જ સહુથી વધારે જરૂરનું છે.
૧૪. જેને આત્માનું-આત્મઋદ્ધિનું યથાર્થ ભાન થયું હોય તેને અન્ય સઘળું બાળલીલા જેવું જણાઈ આવે છે.
૧૫. જે નિજસ્વરૂપમાં જ મગ્ન ( મદમસ્ત ) બની રહે છે તેને ક્ષણિક સુખવાળી પરવસ્તુમાં રતિ-પ્રીતિ થતી નથી.