________________
[ પ ]
શ્રી કપૂરવિજયજી ૧૫. ક્રોધાદિકના આવેશ વખતે પિત્તજ્વરીને સાકરના જેવું સરસ વચન પણ કડવું લાગે.
૧૬. જ્યાં જેનું મન રંગાયું હોય છે ત્યાં ગુણદોષને વિચાર કરવાનો અવકાશ જ રહેતું નથી.
૧૭. નિર્મળ ભક્તિરસ તજી, મૂજન વિષયરસનું આદરથી સેવન કરે છે.
૧૮. જેથી આપણું ખરું જીવન પોષાય તે ઉદ્યમ કદાપિ કાળે તજ ન જોઈએ.
૧૯. ઉજ્વળ ચરિત્રવાળા એક પણ શિષ્ય કે સુપુત્રથી ગચ્છ યા કુળની મહત્તા વધે છે.
૨૦ ગુણીજને ગુણી જનને પિછાણી શકે છે, નિર્ગુણ પિછાણી શકતો નથી.
૨૧. પોતે સદ્દગુણી છતાં જે અન્ય સદગુણને દેખી દિલમાં રાજી થાય છે તેવાની કીર્તિ જગતમાં ગાજી રહે છે. અને તે જગતમાંના બીજા ગુણીજને કરતાં આગળ વધી જાય છે.
૨૨. સજનનું અહિત કેઈ કરે, તે પણ તે તે ચંદનાદિકની પેઠે તેનું હિત જ કરે છે.
૨૩. દુર્જનનું હિત જ કર્યું હોય છતાં તે તે સદા ય અહિત જ કરવાને.
૨૪. દર્પણમાં પ્રતિબિંબની જેમ જેવી કરણું તેવું જ ફળ મળી શકે છે.