________________
[૫૪]
શ્રી કર્ખરવિજયજી ૧૧. બીજાં બધાં ય કૂડાં વ્યસને તજી, સત્સંગ( પુરુષ અથવા સશાસ્ત્ર )નું વ્યસન પાડવું જોઈએ * ૧૨. જે જે વ્યસનેથી આપણું તથા આપણી પ્રજાની પ્રત્યક્ષ પાયમાલી થતી જણાય તેને અવશ્ય ત્યાગ કરી જેથી સ્વપરનો ઉદ્ધાર થાય તેવો સંયમમાર્ગ પૂર્ણ પ્રેમથી પ્રમાદ ૨હિત સેવા જોઈએ.
૧૩. કૃત્રિમ આભૂષણોને મેહ તજી શીલ, સંતોષાદિ ખરાં આભૂષણે ઉપર પ્રીતિ જગાડવી જોઈએ.
૧૪. સર્વનું ભલું ઈચછવું અને ભલું જોઈ રાજી થવું એ જ કલ્યાણનો માર્ગ છે.
( આ. પ્ર. પુ. ૧૭, પૃ. ૨૨૩. ) હિતવચનમાળા–બેધદાયક વચન. ૧. ખરી તકે જે કંઈ અધિક ઉપયોગી શુભ વસ્તુ દેવાય છે તેથી જ ખરો લાભ થાય છે. ધાન્યનાં કણસલાં સુકાઈ ગયા પછી થયેલ વરસાદથી શું ધાન્ય પાકે ખરું કે ?
૨. સુજ્ઞજનોએ જે કંઈ કાર્ય કરવું તે સર્વથા સ્વશક્તિ અનુસારે જ કરવું જોઈએ.
૩. જેમ પ્રાણ ગયા પછી પાણી પાવું નકામું તેમ તક ગયા પછી પુષ્કળ દાન દેવું તે પણ નકામું.
૪. વિદ્યારૂપી ધન મહામહેનતે પેદા કરી શકાય છે, આળસુ તે હોય તે પણ ગુમાવે છે.